________________
૨૩૬
ધર્માધ્યક્ષ લોકો “આય-ધામ’ એ પકારનો અર્થ સમજી ગયા, અને તેમણે પણ આનંદના ઉદ્રકમાં સામેથી બૂમ પાડી – “આશ્રય-ધામ!” સાથે સાથે દશ હજાર હાથોએ પાડેલી તાળીના અવાજે કસીમૉદેની એક આંખમાં આનંદ અને ગર્વનાં આંજણ આંજી દીધાં.
બેભાન બની ગયેલી સમરાદા આ બધી બૂમાબૂમ અને ધમાલથી ભાનમાં આવી ગઈ. તેણે પોતાની આંખો ઉઘાડીને કસીમૉદો ઉપર નજર નાખી; પણ તે તો પોતાની પાછળ પડેલો અને પોતાને પહેલાં ઉપાડી જવા પ્રયત્ન કરનાર પેલો ખવ્વીસ હતો એમ જાણી, પોતાની આંખો તેણે પાછી બંધ કરી દીધી.
જાક મહાશય અને અદાલતના બધા રસાલો આ ઓચિંતી ઘટનાથી ડઘાઈ ગયા. કારણ, નોત્ર-દામ મંદિરમાં પેસી જઈને તેમાં આશરો લેનારા દેહાંતદંડના કેદીને પાછો પકડી ન લવાય!
વાત એમ છે કે, મધ્યયુગમાં, રાજા લૂઈ-૧૨ ના સમય સુધી, ફ્રાંસના દરેક શહેરમાં આવાં કોઈ ને કોઈ “આશ્રય-ધામ’ હતાં, જ્યાં દુન્યવી સત્તાની કાંઈ આણ ચાલી ન શકે, એવો પરંપરાગત શિરસ્તો હતું. તે વખતની રાજસત્તાના જંગલી જેવા કઠોર ન્યાયમાંથી આશરો આપવા માટે જાણે મધદરિયે ટાપુઓ જેવાં આ સ્થાનો પરંપરાએ નિયત કરેલાં હતાં. કોઈ પણ ગુનેગાર એ સ્થાનમાં પહોંચી ગયો, પછી તે બચી ગયો જાણવો. આમ, સજા કરવાની સત્તાના દુરુપયોગની સાથે સાથે જ, બચી જવાના અધિકારનો દુરુપયોગ પણ ચાલતો રહેતો – જાણે બે ખરાબ વસ્તુઓ એકબીજીને સુધારવા પ્રયત્ન કર્યા કરતી હોય ! રાજાનો મહેલ, અને ખાસ કરીને મંદિરો અને દેવળો આવાં આશ્રય ધામ ગણાતાં. કોઈ કોઈ વાર તો શહેરમાં વસ્તી વધારવાની જરૂર ઊભી થઈ હોય, તો તે આખા શહેરને ગુનેગારોને નાસી છૂટીને ભરાઈ જવા માટે આશ્રય-ધામ તરીકે જાહેર કરાતું. રાજા લૂઈ-૧૧ – માએ ૧૪૭૭ માં આખા પેરીસને આવા આશ્રય-ધામ તરીકે જાહેર કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org