________________
જુદાં જુદાં ઘડતર
tr
""
“ફોબસ ! તમે પણ એ વાત સાચી માને છે? ” ઍસમરાલ્દાએ ફોબસનું ખૂન કરવા બદલ પેાતાને દેહાંતદંડની થયેલી સજા યાદ કરીને બૂમ પાડીને પૂછ્યું. કદાચ ફોબસ પણ એમ માનતો હોય કે, તેને એણે જ કટાર મારી હતી ! – ડાકણ તરીકે તેનું લેાહી પીવા!
૨૩૫
અત્યાર સુધી ઍસમરાલ્દા ટકી રહી હતી; પણ ફેોબસની પાતા પ્રત્યે શંકાભરેલી અને તિરસ્કારભરી વર્તણૂક જોઈને તે એકદમ ભાગી પડી; અને બેહેાશ થઈ જમીન ઉપર ગબડી ગઈ.
*
જાક મહાશયે તરત હુકમ કર્યો, અને ઊંચકીને ગાડામાં નાખો. અને પાર લાવે.”
અત્યાર સુધી નેત્રદામ મંદિરના દરવાજા ઉપરની રાજાઓની. મૂર્તિવાળી ગૅલરી તરફ કોઈનું લક્ષ ગયું ન હતું. ત્યાં એક વિચિત્ર આકારને પ્રેક્ષક નીચે બનતું આ બધું લક્ષપૂર્વક નિહાળી રહ્યો હતેા. શરૂઆતથી જ, કોઈનું લક્ષ ન જાય તે રીતે, ગેલરીના એક સ્તંભ સાથે આમળાવાળું મજબૂત દોરડું તેણે બાંધી દીધું હતું, જેનો છેડો મંદિરનાં પગથિયાં સુધી છેક નીચે લટકતા હતા.
હવે જાક મહાશયના હુકમથી પેલા બે મદદનીશા બેભાન ઍસમરાલ્દાને ઉપાડીને ગાડામાં નાખવા નીચે નમ્યા કે, તરત ગૅલરી ઉપરના પેલા પ્રેક્ષકે એક પગ કઠેરા બહાર કાઢયો અને પગ, ઢીંચણ તથા હાથ વડે એ દારડા ઉપરથી તેણે સડસડાટ નીચે ઊતરવા માંડયું. નીચે ફરસ ઉપર પગ અડકતાં વેંત તે સીધા પેલા બે મદદનીશા ઉપર વાઘની પેઠે લપકયો. બંનેને એક એક મુક્કો માં ઉપર જોરથી લગાવીને તેણે જમીન ઉપર તોડી પાડયા અને પછી એક હાથે જ પેલી જિપ્સી-કન્યાને ઢીંગલીને પેઠે હાથમાં ઉપાડી લીધી અને ભયંકર ગર્જનાને અવાજે “ આશ્રય-ધામ ! ” “ આશ્રય-ધામ” એવી બૂમેા પાડતા એક જ કૂદકે તે મંદિરમાં પેસી ગયા.
આ બધું એટલું ઉતાવળે કરવામાં આવ્યું હતું કે, રાત હોત તે વીજળીના એક ચમકારા દરમ્યાન જ જાણે એ બધું બની ગયેલું લાગત.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International