________________
૨૦૬
ધર્માધ્યક્ષ તેને નામે અમે ફેસ માગીએ છીએ કે, પ્રથમ તો ખૂનનો કંઈક આર્થિક બદલો વસૂલ કરવામાં આવે; બીજું, માતાજીના મંદિરના દરવાજા સમક્ષ ગુનેગાર પાસે પ્રાયશ્ચિત્ત કરાવવામાં આવે; અને ત્રીજું, એને અને એની સાગરીત બકરીને લા ગ્રેવે જેવી જાહેર જગાએ દેહાંતદંડ દેવામાં આવે.”
તરત જ કેદીના વકીલ તરીકે બેઠેલો એક જણ ઊભો થયો અને બોલ્યો, “કેદીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, એટલે હવે સેલિક-લૉ*માંની કલમ પ્રમાણે કે, કોઈ ડાકણ કોઈ માણસને ભરખી ગઈ હોય, અને તેના ઉપર એ ગુનો સાબિત થાય, તો તેને આઠ હજાર દેનિયર એટલેકે સોનાના બસો સુ દંડ કરવો જોઈએ; નામદાર કોર્ટે ગુનેગારને આટલા દંડની જ સજા કરવી જોઈએ, દેહાંતદંડની નહિ.”
ધર્મ-અદાલતના ઍટર્નીએ એ સામે વાંધો ઉઠાવ્યો કે, એ કલમ હવે જરીપુરાણી થઈ હોઈ, રદબાતલ ગણવી.
કેદીના વકીલે એ વસ્તુ માનવાની ના પાડી.
તરત એ મુદા ઉપર ન્યાયાધીશોનો મત લેવામાં આવ્યો. મેં થઈ ગયું હતું અને બધા ઉતાવળમાં હતા; એટલે બધાએ કેદીના વકીલની વાત માનવા ના પાડી. એટલે ચુકાદો મોટેથી વાંચી સંભળાવવામાં આવ્યો –
રાજાજી પસંદ કરશે તે દિવસે, બપોરના વખતે મોત-ગાડામાં બેસાડી, તને ખુલ્લે પગે, ગળામાં દોરડું નાખી નોત્રદામના મંદિરના મોટા દરવાજા પાસે લઈ જવામાં આવશે. ત્યાં તારે બે રતલ વજનની મીણ-મશાલ હાથમાં પકડી પ્રાયશ્ચિત્ત કરવું પડશે; પછી ત્યાંથી તને પ્લાસ દ ગ્રેવેમાં લઈ જઈ ફાંસી દઈ મારી નાખવામાં આવશે. તારી આ બકરીને પણ. તારા મેલીવિદ્યાના અપરાધો બદલ બિશપની અદા
યુરેપનાં પ્રાચીન ઉમરાવ કુટુંબમાં પ્રચલિત એવો કાયદે. પુરુ -જ વારસદાર બની શકે એવું એમાં મુખ્ય વિધાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org