________________
ધર્માધ્યક્ષ આપ્યો હતો. એ જ ક્રાઉન તે અફસરે લા ફલૉદેલને ચૂકવ્યો હતો. એટલે એ ક્રાઉન નરકમાંથી આવેલો દૂષિત સિકકો હતો એ સાબિત થાય છે. તમે ફોબસ દ શૈોપરની કેફિયતના કાગળો જાતે વાંચીને એ વાતની ખાતરી કરી શકે છે.”
ફોબસનું નામ ઉચ્ચારાયેલું સાંભળતાં જ પેલી જિપ્સી-કન્યા એકદમ છળી મરી હોય એમ કૂદકો મારીને ઊભી થઈ ગઈ. બ્રિગેરે તરત તેને ઓળખી લીધી. તે સમરાદા હતી.
ફોબસ ! કયાં છે? અરે મહાશયો, તમે મને મારી નાખે તે પહેલાં દયા લાવીને એટલું કહો કે, તે હજુ જીવે છે કે નહિ?”
ચૂપ રહે બાઈ,” પ્રેસિડન્ટ ઘૂરકીને કહ્યું; “એ બાબત સાથે અમારે કશી લેવા દેવા નથી.”
દયા ! દયા ! મને માત્ર એટલું જ કહો કે, તે હજુ જીવે છે?” તેણે પોતાના સુકાઈ ગયેલા સુંદર હાથો આમળતાં આમળતાં વિનંતી કરી; તે વખતે તેના હાથે બાંધેલી સાંકળ ખખડી ઊઠી.
“સાંભળ, ” રાજાજીના અંડવોકેટે રૂક્ષતાથી કહ્યું, “તે મરવાની તૈયારીમાં છે; તને એ સાંભળી સંતોષ થયો?”
એ બિચારી તરત પોતાની બેઠક ઉપર શૂનમૂન થઈને બેસી પડી.
હવે, બીજા આરોપીને હાજર કરવાનું પ્રેસિડન્ટ ફરમાન કર્યું.
એક બકરીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી. તેણે એસમરાલ્દાને જોઈ કે તે ટેબલો ઉપર થઈને બે ઠેકડામાં જ ઍસમરાદાના ઢીંચણ આગળ પહોંચી ગઈ અને તેના પગ આગળ માથું ઘસવા લાગી.
ધર્મ-અદાલતના એટર્ની જાક મહાશયે હવે અદાલતને ઉબોધન કર્યું, “આ બકરીમાંથી ભૂતનો આવેશ દૂર કરવા ઘણી ઘણી પવિત્ર ક્રિયાઓ કરવામાં આવી છે; છતાં હજુ જો તે તેના મેલા ચમત્કારો કરતી જ રહે, તો તેને ચેતવણી આપવી ઘટે કે, તેને પણ ભૂત-પિશાચના સાગરીત તરીકે આપણે દેહાંતદંડની જ સજા ફરમાવવી પડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org