________________
૧૭૪
ધર્માધ્યક્ષ તે આજે રાત્રે ઇસાબુલા થિરીને જોવા માટે થોડા પૈસા મા જોઈએ છે, એમ કહું તો તમને સંતોષ થશે, વારુ?”
કલંકિત, ભ્રષ્ટ દુરાત્મા! ટળ અહીંથી, અત્યારે મને મળવો કઈ આવવાનું છે.”
જોને હવે છેલ્લો પ્રયત્ન આદર્યો – “ભાઈ, મને અત્યારે એક નાનો ફાધિંગ તે આપો, હું ભૂખ્યો છે.”
“હું તારી કશી વાત સાંભળવા માગતો નથી.”
પણ ભાઈ, મારા આ જોડા સામું તો જુઓ; નીચે તળિયું જ રહ્યું નથી.”
“નવા જોડા ખરીદીને મોકલાવીશ; રોકડા પૈસા તારા હાથમાં નહીં મૂકે.”
પણ મોટાભાઈ અત્યારે ભયંકર ભૂખ મને ભરખી રહી છે મને એક પેની તો આપો.”
ના, ના; જે કામ ન કરે, તેને ખાવાનું ન મળે, એવું સૂત્ર વાકય છે. નું કશું ભણતો નથી, કે બીજું કાંઈ કામ કરતો નથી.”
હવે જ ને બીજી તરકીબ અજમાવી. તેણે પોતાનો ટોપે સામી ભીતે પછાડીને કહ્યું, “બસ, ત્યારે હવે મારે રખડેલ-ભટકેલની જે જિંદગી ગાળવાની હોય તો શું વાંધો છે? – હમણાં જ પીઠામાં જઈ વાસણો ફેડું છું, ખુરશીઓ ઉછાળું છું, અને ગલ્લો લૂંટીને પછી નિરાંતે વેશ્યાને ત્યાં જાઉં છું !”
આચ-ડીકન તેના તરફ ખિન્ન નજરે જોઈ રહ્યા. છેવટે તે બોલ્યા “ તારામાં આત્મા જેવી ચીજ જ હવે રહી નથી. તું કયે માર્ગે જઈ રહ્યો છે, તેનું તને ભાન છે?”
“હા, હું પીઠા તરફ જઈ રહ્યો છું.” “પીઠાને રરતો પિલરી તરફ જાય છે, એ ખબર છે?” “શો વાંધો છે?” “પણ પિલરીનો રસ્તો ફાંસીના માંચડે પહોંચે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org