________________
કલેટ લેની ગુણ કેટલી
૧૬૯ ધર્માધ્યક્ષ ગણગણતા હતા – “હા, ખરી વાત છે; મનુએ તે ચિખું વિધાન કર્યું છે અને જરથુષ્ટ્ર પણ ઉપદેર્યું છે કે, સૂર્ય અગ્નિમાંથી
પેદા થયો છે, અને ચંદ્ર સૂર્યમાંથી. અગ્નિ આખા વિશ્વનો પ્રાણ છે! તેનું મૂળ મહાભૂત – મૂળતત્ત્વ આખા વિશ્વમાં જુદી જુદી ધારાઓ રૂપે વીખરાયેલું અને સતત પ્રસરતું રહે છે. આકાશમાં જ્યાં તે ધારાએ એકબીજીને કાપે છે, ત્યાં પ્રકાશ પેદા થાય છે; પણ પૃથવીમાં જયાં તે ધારાઓ એકબીજીને કાપે છે ત્યાં તેનું પેદા થાય છે. જુઓને, આ સૂર્યપ્રકાશ મારા હાથ ઉપર પડે છે, તે સોનું જ છે – સોનાનાં અને પ્રકાશનાં અણુઓ એક જ છે. પ્રકાશનાં અણુઓ અમુક રીતે એકઠાં થયેલાં છે, અને સોનાનાં બીજી રીતે. પણ એમનો મૂળ મસાલે એક જ છે. એ મસાલો ભેળવતાં આવડવું જોઈએ. કેટલાકોએ સૂર્યનાં કિરણોને જમીનમાં દાટીને સોનું બનાવવાનો નુસખો વિચાર્યું છે. હા, હા, એવરોએ કૉડૉવાની મસ્જિદમાં જયાં કુરાન રાખવામાં આવ્યું છે, તેના પહેલા સ્તંભ નીચે એ સૂર્યકિરણ દાળ્યાં છે. પણ એ કિરણો જમીનમાં આઠ હજાર વર્ષ રહે ત્યાર પછી સેનું બનશે, એમ તેણે જણાવ્યું છે.”
જોન ફોલ પોતાના ભાઈની આ સુવર્ણ-ચિતાથી મૂંઝાવા લાગ્યો : સોનું મેળવવા તો આઠ હજાર વર્ષ રાહ જોવી પડે, તો થોડું રૂપાનાણું મેળવવા કેટલી રાહ જોવી પડે,” એવી ગણતરી તેના મનમાં કુર્યા ના ન રહી ! ધર્માધ્યક્ષે પોતાનું મૌખિક ચિતન આગળ ચલાવ્યું –
“કેટલાક (મૃગશીર્ષમાંના ) વ્યાધ તારાના કિરણ ઉપર અખતરો કરવાનું જણાવે છે; પણ એનાં કિરણો નિભળ રીતે પકડવાં શી રીતે? આસપાસના બધા તારાઓનાં કિરણો સાથે ભળેલાં જ આવે ને! ફિલૅમેલ અગ્નિ ઉપર પ્રયોગ કરવાનું કહે છે. હા, એ બરાબર છે. હીરો ફિલસામાં છે; તેમ સોનું અગ્નિમાં છે. પણ અગ્નિમાંથી તેને તારવી કાઢવું શી રીતે? ઍગિસ્ત્રી એ પ્રયોગ દરમ્યાન સ્ત્રીઓનાં અમુક મધુર કામ ઉચ્ચારવાનું કહે છે. મનુ પણ કહે છે કે, જ્યાં સ્ત્રીઓ પૂજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org