________________
ધર્માધ્યક્ષ
ચાવી તાળામાં જ હતી. તેમણે બારણું થોડુંક ધકેલ્યું અને ડા કર્યું. ઓરડી અંધાર-ઘેરી હતી. એક આરામખુરશી અને મેટું ટેબ અંદર હતાં. કેટલીય શીશી, પ્રાણીઓનાં હાડપિંજરા, વિચિત્ર આકારની પાત્રો, ગાળા, ખાપરીએ, અને પાથી જેવા સરસામાન આસપાસ વીખરાયેલા પડયો હતો. એક ભઠ્ઠી અને ધમણ જેવું પણ હતું, પરંતુ જૉન ડ્રોલાને જોતાંવેત સમજાઈ ગયું કે, એ બધું કેટલાય વખતથી વપરાયા વિનાનું જ પડયું છે. બધી વસ્તુઓ ઉપર ધૂળ અને જાળ જામી ગયાં હતાં.
૧૩૮
ધર્માધ્યક્ષ ટેબલ ઉપર નમીને આરામખુરશીમાં બેઠા હતા. બારણું તરફ તેમની પીઠ હાવા છતાં તેમની ટાલ ઉપરથી તેમને એળખવામાં કોઈનેય ભૂલ થાય તેવું ન હતું.
બારીના કાચમાંથી ઝાંખા પ્રકાશ આવતા હતા; પણ એ બારી ઉપર પણ વચ્ચે એક કરોળિયા મેાટું જાળું બાંધી નિરાંતે શિકારની લાલચમાં બેઠા હતા.
આસપાસ ભીંત-છત ઉપર જુદી જુદી ભાષામાં કેટલાક મુદ્રાલેખે જેવાં ટૂંકાં વાકયા લખેલાં કે ધાતુના અણિયાથી કોતરેલાં હતાં.
આખી કોટડીના ગેાબરા દેખાવ ઉપરથી એકદમ જ જણાઈ આવે કે, ઘણા વખતથી એના માલિકનું લક્ષ બીજી કોઈ બાબતમાં ચડી ગ છે— અને કોટડી જે કામ માટે સજાવવામાં આવી છે, તે કામ કરત જુદી જ કોઈ ફિકર-ચિંતા-કે-ધખણામાં.
ધર્માધ્યક્ષની નજર એક માટી હસ્તલિખિત પેાથી ઉપર ઢળેલું હતી. તે પેથીમાં વિચિત્ર ચિત્રો ચીતરેલાં દૂરથી દેખાતાં હતાં.
ધર્માધ્યક્ષ તે પેાથીનું લખાણ વાંચતા હતા કે સાથે સાથે પેાતાન મનના વિચારો જ માટેથી ગણગણતા હતા, એ પીઠ પાછળ દૂર ઊભ રહીને નક્કી કરવું જૉન ફ઼ૉલા માટે શકય ન હતું. પોતાની પૈસાનું માંગણી યાગ્ય વખતે રજૂ થાય તે સારું, એમ માની તે લાગ ખાળતે ઘેાડા ઉઘાડેલા બારણામાં ડોકિયું કરી ચુપચાપ બહાર જ ઊભા રહ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International