________________
૧૬૨
ધર્માધ્યક્ષ પાછી કયાં છુપાવી દે છે, તે જ ખબર પડતી નથી! તમે એને કે પકડવા જાઓ કે તરત એ મધમાખ પોતાનો એ છુપાવી રાખેલે હું વાપરે છે જ !”
ધર્માધ્યક્ષે હવે રિંગરને ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા ગ્રિગોરે પણ જાત-માહિતીથી તેના ખાતરીપૂર્વક જવાબ આપ્યા – ૨ કન્યા સીધીસાદી ભલીભળી બાળા છે; તે કશી મેલીવિદ્યા, મોહનશક્તિ કે જાદુટોણા નથી જાણતી કે નથી વાપરતી; તેની બકરી પણ કો ભૂત-પિશાચના આવેશવાળી નથી. કેટલાંક પ્રાણીઓ બહુ ચાલાક હો છે અને તેમને જે કરામતે શીખવો તે શીખી જાય છે, – આ બકરી પણ તંબૂરીને અમુક રીતે તેની તરફ ધરો એટલે અમુક ક્રિયાઓ વગ સમયે કરે છે; મળે આ છોકરી કયાંની છે એ નથી કહી શકાત પણ તે આ ટોળી સાથે જ બચપણથી સ્પેન, કેટેલેનિયા, સિસિલી આલિયર્સ વગેરે સ્થળોએ ફરતી ફરતી આવી છે; ફ્રાંસમાં તે નાન હતી ત્યારથી હંગેરીને રસ્તે એ ટોળી સાથે જ આવી છે; બધે જ લોકે તેની નિર્દોષતા, ચપળતા, સુંદરતા અને નૃત્ય-સંગીત ઉપર આફરી થઈ જાય છે; પૅરીસમાં બે જણ તેને ધિક્કારે છે, એમ તે માને છે એક તો નર-રોલાંની કોટડીમાં પુરાઈ રહેલી પેલી સાથેત ડોસી, જે જિપ્સી-બાઈએ પ્રત્યે કોણ જાણે કશુંક એવું વેર છે કે, આ બિચા
જ્યારે જ્યારે ત્યાં થઈને પસાર થાય છે, ત્યારે ત્યારે તેના ઉપર કર કારમી નજર નાખીને વિચિત્ર શાપ વરસાવે છે; તેને બીજો દુશ્મ છે એક પાદરી, જે પણ હંમેશા તેના તરફ એવી ઝાળભરી નજર ના છે અને એવા આગભર્યા બોલ બોલે છે કે, તેનાથી પણ તે ત્રાર ગઈ છે. આમ તો એ છોકરી બહુ નીડર છે; પણ આ બે જણ બા એ છોકરીના પિતાના મનમાં જ કંઈક એવો અગમ્ય અંદેશો છે એમાંના કોઈને હાથે કે એ બંનેને હાથે પોતાનું કંઈક કારમું અનિ થવાનું છે, તે પોતે કોઈનું ભવિષ્ય ભાખતી નથી, તથા નિષિદ્ધ એ કશા મંત્ર-તંત્ર-પ્રયોગ કરતી નથી; તે એવી કશી વિદ્યા જાણતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org