________________
ધર્માચાર્ય અને ફિલસૂફ એ બે જુદી જાતે છે ૧૬૧ રિડામાં અંદરથી બારણું વાસી તે સૂઈ ગઈ, વગેરે વર્ણન વિગતે કરી તતાવ્યું.
એ જિપ્સી-કન્યા સાથે સિંગરને પતિ-પત્નીના સંબંધ થયો નથી, જાણી ધર્માધ્યક્ષને જાણે શાંતિ વળી હોય એમ તેણે હવે જરા ટાઢા સીને ધીમે અવાજે પૂછયું –
પણ લગ્ન કર્યા પછી, આવી રીતે કુંવારિકા રહેવાને તેને રાગ્રહ શા માટે છે, એ વિષે કંઈ તારી જાણમાં આવ્યું?” .
“એ ટોળીને ડયૂક ઑફ ઇજિપ્ત કહેવાતે જે બુટ્ટો શેર છે, મને કહ્યું હતું કે, એ કન્યા કોઈની ખેવાયેલી - જડેલી બાળકી તેના ગળામાં એક માદળિયું છે, જેમાં એવી તાકાત છે કે, તે વિષ્યમાં તેનાં માતાપિતાને શોધી આપશે. પણ જો એ કન્યા દરમ્યાન
કોઈની સાથે દેહસંબંધ કરે, તો એ માદળિયાની એ તાકાત નાશ મે. એટલે એ કન્યા પોતાનાં માતા-પિતાને ભવિષ્યમાં મળવાની શાએ પોતાના પતિને મળવાની ના પાડે છે!”
પણ તું શું એમ માને છે કે. એ ફૂટડી કન્યા હજુ કોઈ પણ ષથી અસ્પષ્ટ રહી છે?”
એમ ને એમ તો કદી ન રહી શકી હોત; પણ કહે છે ને કે, હેમનું ઓસડ નહિ!” આ જિપ્સી ટોળીએની સ્ત્રીઓ કન્યાઓ રે સામાન્ય રીતે પોતાનો દેહ સસ્તામાં વેચતી હોય છે; પણ આ ની બાબતમાં ત્રણ કિલ્લા તેનું રક્ષણ કરી રહ્યા છે. એક તો ડયૂક ઑફ ઇજિપ્ત પોતે, જેણે તેને પોતાના સંરક્ષણમાં રાખી લીધી છે, જોકે તેની દાનત તો છેવટે તેને કોઈ રંગીલા ધર્માચાર્યને રકમ લઈને વેચી ખાવાની છે. બીજો કિલ્લો તે એની આખી છે. તેઓ બધાં જ – નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ – તેના પ્રત્યે આપણાં માતા જેવો આદરભાવ દાખવે છે. અને ત્રીજો કિલ્લો તે એની છુપાવી રાખેલી કટાર છે, જેને તે ક્યાંથી એકદમ કાઢે છે, અને ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org