________________
ધર્માધ્યક્ષ
એની એ નજરમાં શું ભર્યું હતું, તે કોણ કહી શકે? એ નજર સ્થિર હતી, પણ તેમાં કંઈક વિક્ષેાભ અને મૂંઝવણ દેખાતાં હતા. તેનું બાકીનું શરીર એવું પથ્થર જેવું નિશ્ચલ હતું કે, તેની આંખો સિવાય આખા શરીરને બીજો કોઈ ભાગ જીવતા હોય એમ લાગે જ નહિ,
૧૫૮
પેલી જિપ્સી-કન્યા આંગળી વડે તંબૂરીના તાર છેડતી, તેને હવામાં ઉછાળતી, લેાકનૃત્ય કરતી હતી. તેના મુખ ઉપર આનંદ-કલ્લાલના નિર્દોષ ભાવ છવાઈ રહ્યો હતા. તેના ઉપર ટાવર ઉપરથી જે તીવ્ર દૃષ્ટિ નંખાઈ રહી હતી, તેની તેને કશી કલ્પના ન હતી.
લોકો તેને જોવા ભીડ કરતા કૂંડાળે વળ્યા હતા. અવારનવાર લાલ-પીળા ડગલા પહેરેલા એક માણસ ચેતરફ ફરીને કૂંડાળું અમુક અંતર દૂર રહે એમ હઠાવતા હતા. લોકોને દૂર ખસેડયા પછી, એ માણસ એક ખુરસીમાં બેસી જતા, અને બકરીના માથાને પેાતાના ઢીંચણ ઉપર મૂકી હાથ વડે પસવારતા. એ માણસ એ જિપ્સી-કન્યાની મંડળીના જ માણસ હતો, એ ઉઘાડું હતું.
આર્ચ-ડીકનની નજરે એ માણસ પડયો, ત્યારથી તેનું લક્ષ જિપ્સી કન્યા તથા એ માણસ વચ્ચે વહેંચાઈ ગયું. એટલે દૂરથી તે કણ હત તે ઓળખવું અશકય હતું. આર્ચ-ડીકન અકળાતા જતા હતા. તે વાર વાર ગણગણત —“ એ વળી કોણ છે? અત્યાર સુધી મેં જિપ્સી-કન્યાનેં એકલી જ ફરતી જોઈ છે.
55
તરત જ તે ટાવર ઉપરથી આમળાવાળી નિસરણીએ થઈ સ સડાટ નીચે ઊતરવા માંડયો. દાંટા-ગરના બારણા આગળથી પસાર થત તેણે જોયું કે, સ્લેટ-તખ્તીઓના એક કાણામાંથી કસીમોંદો પણ બરાબર એ જિપ્સી-કન્યા તરફ જોઈ રહ્યો હતો. તે એવા લવલીન થઈ ગયું હતા કે, પાસે થઈને તેના પાલક પિતા આર્ચ-ડીકન – ધર્માધ્યક્ષ પસા થતા હતા છતાં તેને ખબરે ન પડી. એની વિકરાળ આંખમાં અત્યા માહ-મુગ્ધતાના મધુર ભાવ ઊભરાતા હતા. ધર્માધ્યક્ષ એકદમ ચાંકયા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International