________________
૧૦ ધર્માચાર્ય અને ફિલસૂફ એ બે જુદી
જાતો છે
પલી જુવાન ફૂટડીઓએ પોતાના ઝરૂખામાંથી જે પાદરી જેવા માણસને ઓતરાતા ટાવર ઉપરથી પેલી નાચતી જિપ્સી-કન્યા તરફ તાકીને જોઈ રહેલ દેખ્યો હતો, તે વસ્તુતાએ આર્ચ-ડીકન કલાઁદ ફ્રૉલે હતો.
વાચકોને યાદ હશે કે આર્ચ-ડીકને આ ટાવરમાં પોતાને માટે એક ગુપ્ત કોટડી કબજે રાખી હતી. સૂર્યાસ્ત પહેલાં એક કલાક અગાઉ રોજ તે આ કોટડીમાં આવતો અને અંદરથી બારણું બંધ કરીને બેસતે. ઘણી વાર આખી રાત પણ તે ત્યાં જ રોકાતે.
આજે પણ તે દાદર ચડીને કોટડીના બારણા પાસે આવ્યો અને તાળું ઉઘાડવા કૂંચી તેણે હાથમાં લીધી, એટલામાં, તેને મંદિર સામેના ચકલામાંથી તંબૂરી અને તાલ-ચીપટોને અવાજ આવતો સંભળાયો. તરત જ ચાવીને પોતાની કમરે હંમેશ રહેતી થેલીમાં પાછી મૂકી દઈ, કે ટાવરની ટોચ ઉપર ચડી ગયો. કારણ કે, તેની આ કોટડીને તો પાત્રદામની પછીત ભણી પડતી એક જ બારી હતી.
ઉપર જઈ તે ગંભીરતાથી સ્થિર થઈને એક-પલક, એક-વિચાર મિની પેલી તરફ જોઈ રહ્યો. તેની આંખ નીચે આખું પૅરીસ શહેર દબદતું પડયું હતું, અને ખાસ તો ચકલામાંનું પેલું ટોળું. પરંતુ એ એક જ વ્યક્તિ- પેલી જિપ્સી-કન્યાને જ જોતો હતો.
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org