________________
૧૧૫
ભેદી મુલાકાતી સમજી શકાય એવો પણ બની શકે. પથ્થરના અક્ષરો કરતાં સીસાના અક્ષરો એ જાદુ સર્જવાના હતા.
છાપખાનાની શોધ ઇતિહાસની એક મોટામાં મોટી શોધ છે. ક્રાંતિની એ જનની છે. માનવ અભિવ્યક્તિનું એ છેક જ અવનવું સાધન છે.
છાપેલા રૂપે વિચાર વધુ અવિનાશી બની રહે છે. એ વધુ સૂક્ષ્મ અને વધુ પ્રાણવાન પણ બને છે. શિ૯૫ના જમાનામાં તે પર્વત જેવા નિશ્ચળરૂપે સ્થિર થઈ, આખા યુગનો અને આખા પ્રદેશને સુદઢ કબજો લઈને બેસી જતું. હવે છાપખાનાના જમાનામાં તે પંખીઓના ટેળાનું રૂપ લે છે, જે ચારે દિશામાં ઊડી જઈ, હવામાં તેમ જ જમીન ઉપર દરેક સ્થાને પહોંચી જાય છે.
પરંતુ, આ રૂપે તે વધુ કાયમી કે અવિનાશી બની રહે છે એમ કહેવાય ખરું? હાઊલટું એક પ્રકારની ઘન સ્થગિતતામાંથી તે પ્રાણવાન બની જાય છે, અને માત્ર કાયમીપણામાંથી અમરપણું પ્રાપ્ત કરે છે. ઘન-નક્કર જવાને તો નાશ પણ કરી શકાય; પણ વ્યાપકતાનો નાશ શી રીતે કરી શકાય? પ્રલય-પુર આવે ત્યારે પર્વત ડૂબી પણ જાય; પણ તે પહેલાં તેના ઉપરનાં પંખીઓ ઊડી જાય, અને પછી જ્યાં કંઈ એ પ્રલય-પુર ઉપર તરનું કશુંક માલૂમ પડે, તેના ઉપર તેઓ બેસી જાય!
આમ, છાપખાનાની શોધ થતાં, શિલ્પ ધીમે ધીમે ઘટતું જાય છે, ફરમાનું જાય છે અને છેવટે તેની પાનખર બેસી જાય છે. ૧૯મા સૈકાથી માંડીને આપણે જોઈ શકીએ છીએ કે, શિલ્પ હવે સમાજની અભિવ્યક્તિનું અગત્યનું સાધન રહેતું નથી. બીજી કળાઓ જેવી જ એક કળા તે બની રહે છે; પહેલાંનું તેનું સમ્રાટપદ -સર્વસત્તાધીશપણું ચાલ્યું થાય છે. બીજી કળાએ તેના રૂંધન – બંધનમાંથી મુક્ત બની જાય છે અને દરેક પોતપોતાનો અલગ રસ્તો પકડે છે. દરેક કળાને આ છૂટાછેડાથી લાભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org