________________
૧૧૪
ધર્માધ્યક્ષ
કરતા રહેવાની વૃત્તિ દેખા દે છે. એ બધા અંધકારના ગ્રંથા છે, જેમને દીક્ષિત અને વરાયેલા અમુક જના જ ઉકેલી શકે. ઉપરાંત એ લા દરેક આકૃતિ કે દરેક કદરૂપતાને એવું રહસ્ય અર્પતા હોય છે કે તમારે એને મૂર્તિમંત કરવી જ જોઈએ. કોઈ હિંદુ, ઇજિપ્ચ્યુન રોમન શિલ્પના નકશામાં કે આકૃતિમાં તમે ફેરફાર સૂચવી જ ન શકો. ત્યારે જનતાના શિલ્પમાં સત્ય, પ્રગતિ, મૌલિકતા, સમૃદ્ધિ, અને સતત ગતિ તમને જોવા મળે. તે લોકો ધર્મ-તંત્રની જકડામણમાંથી એટલા મુક્ત હોય છે કે, સૌંદર્યની ભાવનાને સ્વતંત્રપણે સેવી શકે, અને તેથી મૂતિની સજાવટને અને શણગારને સતત સુધારતા રહી શકે.
અર્થાત્, આપણે એવા નિર્ણય ઉપર પહોંચી શકીએ કે, પંદરમ સૈકા સુધીનું શિલ્પ માનવજાતના મુખ્ય રજિસ્ટર - નોંધપોથી-રૂપ હતું એ યુગ દરમ્યાન જગતમાં એકે એવા અટપટા વિચાર નથી ઉદ્ભવ્યો, જેને શિલ્પમાં રૂપાંતરિત કરી લેવામાં ન આવ્યા હોય. બધા લેાકગત વિચારો કે બધા ધાર્મિક કાનૂને શિલ્પમાં જ મૂર્તિમંત થયા હતા અર્થાત્ માનવજાત પાસે કોઈ એવા અગત્યના વિચાર હાતા નહિ જેને પથ્થરમાં ઉતારવામાં આવ્યા ન હોય. અને શાથી એમ બનતું ? કારણ કે ધાર્મિક કે દાર્શનિક કોઈ પણ વિચાર પેાતાનું કાયમીપણું ઇચ્છતો હાય છે. એક પેઢીને જે વિચાર હલાવી શકયો, તે પછીની બીજી પેઢીને હલાવી શકાય તેવું કશુંક પાછળ કાયમ કરતા જવા ઇચ્છે છે. અને હસ્તલિખિત પાથી જેવું ક્ષણભંગુર બીજું શું કહી શકાય? એના કરતાં એ પાથી પથ્થરમાં ઉતારી હેાય, તે કેવી કાયમી નીવડે ! લખેલા શબ્દનો નાશ કરવા મશાલ કે તુર્કો શક્તિમાન થઈ શકે; પરંતુ શિલ્પમાં ઉતારેલા શબ્દનો નાશ કરવા તે આખી સામાજિક કે ભૌતિક ક્રાંતિ આવશ્ય બને.
પરંતુ પંદરમા સૈકામાં બધું બદલાઈ જાય છે. માનવ-વિચાર એવ એક ઔષધ શોધી કાઢે છે, જેથી તે અમર બની શકે : શિલ્પ કરતા તે વધુ કાયમી બની શકે એટલું જ નહિ પણ તેના કરતાં વધુ સહેલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org