________________
૧૦૬
ધર્માધ્યક્ષ છો? જૂના વૈદકાચાર્યો તમને સાંભળે તે તમને પથ્થર મારીને મારા નાખવાની સજા કરે! શું લેહી ઉપર જુદા જુદા કવાથોની અસર નથી થતી, કે સ્નાયુઓ ઉપર લેપની? આ બધી વનસ્પતિ કે આ બધી ધાતુઓ, કાયમનો રોગી એવો જે મનુષ્ય, તેને માટે જે દવાઓ પોતાની અંદર તૈયાર કર્યા કરે છે, એ શું મિથ્યા સ્વપ્ન છે?”
હું એ પદાર્થો કે એ રોગીને ઈનકાર નથી કરતે; હું વૈદ થનારનો ઈનકાર કરું છું.”
તે શું, અમે જુદાજુદા રોગનું નિદાન કરી જે જુદી જુદી ચિકિત્સા કરીએ છીએ, એ “બે વત્તા બે એટલે ચાર’ જેટલું નિશ્ચિત કે સાચું જ્ઞાન નથી?”
“કેટલીક બાબતો અંગે હું અમુક રીતે જ વિચાર કરું છું.” રાજવૈદ્ય એકદમ ગુસ્સે થઈ ગયો.
ફ્રેન્ડ તુરાંજોએ હવે તેને ઠંડો પાડ્યો અને કહ્યું, “મારા ભલા કોઇતિયર, તમે ગુસ્સે ન થઈ જશો; મૉોર દ આઈ-ડીકન તો આપણા મિત્ર છે.”
ફ્રેન્ડ તુરાજાએ હવે આર્યડીકનને પૂછયું, “માસ્ટર કલોંદ, મારે બે બાબતો અંગે આપને પૂછવાનું હતું. એક તો મારી તબિયત અંગે અને બીજું મારી ગ્રહદશા અંગે.”
મહેરબાન! તો તો તમારે આ સીડીઓ ચડીને તમારો શ્વાસ, ખોટી રીતે બગાડવાની જરૂર નહોતી. મને વૈદકમાં જેમ વિશ્વાસ નથી, તેમ જ્યોતિષમાં પણ નથી.”
“?” પેલો નવાઈ પામી બોલી ઊઠ્યો. કઇતિયર હવે અવજ્ઞાભર્યું હસ્યો.“જુઓને, ગાંડો જ છે ને? જયોતિષમાં પણ નથી માનતો!” તેણે પોતાના સાથીના કાનમાં કહ્યું.
“પણ તારામાંથી નીકળતું દરેક કિરણ માણસના માથાને ત્યાંથી લટકતી દોરીની પેઠે અડકે છે, એમ માનવાનું શું કારણ છે, ભલા?” દમ કલૉદે દલીલ આગળ ચલાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org