SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદી મુલાકાતી વિદ્વાન પંડિતેની સમક્ષ હાજર થતાં પગના જોડા ઉતારી કાઢવા જોઈએ. મારું નામ ફ્રેન્ડ તુરાજે છે.” ઠાકોરનું આવું નામ વિચિત્ર કહેવાય!” આર્ચ-ડીકન મનમાં ગણગણ્યો. પરંતુ હવે તે સામે બેઠેલા માણસની ૨ સામાન્યતા પારખી જઈ, તરત ગંભીર થઈ ગયો. તેણે પૂછયું - “તો, તમે મને કયા વિજ્ઞાનની બાબતમાં પૂછવા માગો છો?” “મુરબ્બીશ્રી, હું બહુ માંદો છું; હું દવા-દારૂ અંગે આપની સલાહ લેવા આવ્યો છું.” દવા-દારૂ અંગે? ફ્રેન્ડ તરાં, – તમારું નામ જ એ હોવાથી ફ્રેન્ડ’ શબ્દ વાપરવો જ પડે – પરંતુ તમે જરા તમારું મોં ઊંચું કરશો, તો માથે ભીંત ઉપર લખેલો જે લેખ છે, તે એ અંગે મારો જવાબ છે.” ફ્રેન્ડ તુરાજોએ મોં ઊંચું કરીને માથા ઉપરની ભીંત ઉપર લખેલો લેખ આ પ્રમાણે વાંચ્યો – “વૈદક-વિદ્યા એ સ્વાનોની પેદાશ છે.” – જામલિક” ડૉકટર જાક કોઇતિયરને પોતાના સાથીએ પૂછેલો પ્રશ્ન સાંભળીને જ અણગમો થઈ આવ્યો હતો, અને દોમ કલૉદનો જવાબ સાંભળીને ને તે અણગમો બમણો થઈ ગયો. તેણે પોતાનું માં પોતાના સાથીના કાન પાસે લઈ જઈને કહ્યું – “મેં આપને ચેતવ્યા હતા કે, આ તો ગાંડે માણસ છે. છતાં શાપે તેને મળવાનો આગ્રહ રાખ્યો.” પણ ડૉકટર જાક, તમે જેને ગાંડો કહો છો, તે માણસ જે કહે છે તે ખરું હોવાની શક્યતા પણ નકારી ન શકાય.” . “ જેવી આપની મરજી !” એવું લુખાશથી તેને કહી, ડૉકટરે હવે માર્ચ-કનને જ સીધું કહ્યું – “શું તમે વૈદકને કેવળ સ્વપ્ન માનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy