________________
ભેદી મુલાકાતી જાક કોઈતિયર એટલે રાજાજીના વૈદ્ય. તેમની ઉંમર પચાસેક વર્ષની હતી, અને તેમની સાથે બીજો એક માણસ પણ આવ્યો હતે. બંનેએ સ્લેટ-રંગના જન્મ પહેરેલા હતા. તેમના હાથ જન્માની લાંબી બાંયમાં, તેમના પગ તેમના જભાની કિનારીઓ હેઠળ અને તેમની આંખો રૂંછાંવાળી બૉનેટો પાછળ ઢંકાયેલાં હતાં.
“વાહ! અત્યારે આ સમયે આવા સંમાનનીય મુલાકાતીની લ્પના પણ શી રીતે આવે?” આર્યડીકને આદર દર્શાવતાં કહ્યું.
“દોમ કલૉદ ફ્રૉલો દ તિરેશેપ જેવા વિખ્યાત વિદ્વાનને મળવા જવામાં મોડું વહેલું કશું જોવાનું હોય જ નહિ.” રાજવૈદે દરબારી ઉચ્ચારણવાળા શબ્દોમાં જવાબ આપ્યો.
અને આવા વિદ્યાવાન લોકો ભેગા થાય, ત્યારે શરૂઆતમાં એકબીજાને પ્રશંસા અને અભિનંદન સંભળાવવાને જે લાંબો ઉપક્રમ ચાલે, તે અહીં પણ ચાલ્યો. અલબત્ત, તેથી એકબીજા પ્રત્યે અંતરમાં એટલી જ ઊંડી ધૃણા અને અવજ્ઞા ધારણ કરવામાં એક પક્ષને કશો જ વાંધો આવતે નથી !
રાજાના દરેક રોગના ઉપચારમાંથી રાજવૈદે પડાવેલા દુન્યવી કાભેની ગણતરી જ મુખ્યત્વે કલૉદ ફૉલો આપ્ટે જતા હતા : “તમારા ભત્રીજાને આમિયાન બિશપ બનાવ્યો, નહીં?” “તમારું નવું મકાનકમરે નવો રાજમહેલ કયાં સુધી આવ્યો?” “તમને રાજમહેલના જેલખાતામાંથી અને બેલિફ ખાતામાંથી, તથા આંગણામાંનાં બધાં મકાનો અને દુકાનોનાં ભાડાંમાંથી સારી આવક થતી હશે નહિ?” “તમને 1૦, મેં જેમ્સ અને સેંટ જ૦ લાવનો નાકાવેરો દૂઝણી ગાય જેવી
આવક આપ્યા કરતા હશે,’ ‘રાજાના સલાહકાર તરીકેની તમારી જગા કમી થઈ એ બહુ સારું થયું, ઇ.
આ બધું ભારે કટાક્ષપૂર્વક બોલવામાં આવતું હતું; જો કે, રાજદિ તે એમાં ધન્યવાદ સિવાય બીજું કંઈ સમજતો હોય એમ લાગતું હિતું. અને તે, દરેક પ્રશ્ન દીઠ, આર્ચ-ડીકને ધાર્યા મુજબની મબલક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org