________________
ધર્માધ્યક્ષ તેને આગળ વધવું હોય, તો પોતાની જ્ઞાન-ભૂખ તેણે બીજી દિશામાં જ વાળવી પડે એવી આવશ્યકતા ઊભી થઈ. પ્રાચીન ચિત્રમાં સાપ પોતાની પૂંછડી ગળતો જ બતાવ્યો છે, તે વિજ્ઞાન માટેનું આબેહૂબ પ્રતીક છે! એટલે જ્ઞાનનાં બધાં કાયદેસર ક્ષેત્રો ખૂટી જતાં, કલોંદ ફૉલો ગેરકાયદેસર ક્ષેત્રો તરફ અર્થાત્ જ્ઞાન-વૃક્ષનાં નિષિદ્ધ ફાળો ચાખવા તરફ વળ્યો: બધાં ભૌતિક, મર્યાદિત વિજ્ઞાન પૂરાં કર્યા બાદ, પોતાના આત્માની સદ્ગતિને જોખમમાં નાખીને પણ, તેણે પૂર્વ તરફના કીમિયાગરો, ભવિષ્યવેત્તાએ, અને માંત્રિકો-તાંત્રિકોની વિદ્યાઓમાં ગોનું લગાવ્યું.
અલબત્ત, આવી વાયકા હતી; સાચું શું હતું તે કોણ કહી શકે? તે અવારનવાર કબ્રસ્તાનોની મુલાકાત લેતો, એ તે નક્કી છે.
ઉપરાંત, રૂ દ એ૦ અને રૂ મૅ૦ ને ખૂણે આવેલા એક નાના ભૂતિયા ઘરમાં પેસતો પણ તેને લોકોએ જોયો હતો. એ ઘર નિકોલસ લૅમેલે બંધાવ્યું હતું અને તેમાં જ તે ઈ.સ. ૧૪૧૭માં ગુજરી ગયો ત્યાર બાદ તે અવાવરુ જ રહ્યું હતું. એ મકાનની ભીંતો ઉપર એટલા બધા કીમિયાગરોએ પોતાનાં નામ કોતર્યાં હતાં કે એ નામના ઘસરકાથી જ એ ભત દોદળી પડી ગઈ હતી. એ મકાનનાં બે ભેંયરાંમાં કલૉદને ખેદકામ કરતો અને જમીન ઉપરતળે કરતે પડોશના લોકોએ ચોર-બાકામાંથી જોયો હતો. એવી માન્યતા હતી કે, ફલૅમે પોતે પોતાને જડેલો પારસ મણિ એ ઘરમાં ક્યાંક દાટી દીધો છે અને કેટલાય જાણીતા કીમિયાગરો એ ઘરને આવીને ખાદી ગયા હતા. છેવટે એ ખોદકામથી જ એ મકાન તૂટી પડ્યું હતું.
નેત્રદામ મંદિરના પથ્થરમાં કોતરાયેલી અમુક કડીઓને અર્થ બેસાડવા પણ કૉદ ઘણી મહેનત કર્યા કરતો, તથા મંદિર સામેના ચોકમાં ખડા કરવામાં આવેલા સેંટ ક્રિસ્ટોફરના વિરાટ બાવલા ઉપરની કુંવારી કન્યાઓએ ધારણ કરેલી મશાલોની આડીઅવળી જવાળાઓની દિશાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org