________________
૨૫૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ
એ શ્લોકોમાં આ પ્રમાણે મહાવીરના નિર્વાણ અને વિક્રમના રાજ્યારોહણ વચ્ચે ૪૭૦ વર્ષ વીત્યાં એમ જણાવ્યું છે. વિક્રમ સંવત ઈ. સ. પૂ. પ૭ થી શરૂ થતો ગણીએ તે એ હિસાબે મહાવીર ઈ. સ. પૂ. પ૨૭ માં નિર્વાણ પામ્યા હતા એમ ઠરે. અને જૈન પરંપરા પિતાની તમામ ગણતરીઓમાં એ સમય જ સ્વીકારે છે. એક વાત તો નક્કી જ, કે એ શ્લોકે વિક્રમ સંવત એવું નામ સ્વીકારતા હોવાથી તે આઠમાં નવમા સિકા જેટલા અર્વાચીન છે. કારણકે ત્યાર પહેલાં વિક્રમ સંવત એવું નામ જાણતું નહોતું.
હવે, એ સમયે બીજી ઐતિહાસિક ગણતરીઓ સાથે બંધબેસતો આવે છે કે નહિ તે તપાસીએ.
બૌદ્ધ ગ્રંથોમાં “નિગંઠનાતપુર” (“નિગ્રંથ જ્ઞાતપુત્ર” એટલે કે જ્ઞાત નામના રાજવંશમાં જન્મેલે નિગ્રંથ) ના જે સંખ્યાબંધ ઉલે બે મળે છે, તે ભગવાન મહાવીરને લગતા છે એ તો હવે નિ:શંક સાબિત થઈ ચૂધ્યું છે. એ જ ગ્રંથ ઉપરથી એ પણ જણાઈ આવે છે કે, બુદ્ધ અને મહાવીર બંને સમકાલીન હેઈ, એક જ સમયે ઉપદેશ કરતા હતા.
ભગવાન બુદ્ધ ઈ. સ. પૂ. ૪૭૭ ની આસપાસ નિર્વાણ પામ્યા હતા એ વસ્તુ અનેક ઐતિહાસિક પ્રમાણેથી નિશ્ચિત થયા જેવી છે. હવે, જે મહાવીર ઈ. સ. પૂ. પર૭ માં નિર્વાણ પામ્યા હોય, તો તે વખતે બુદ્ધ ૩૦ વર્ષના જ હોય. (કારણ કે નિર્વાણ વખતે તે ૮૦ વર્ષના હતા.) અને બુદ્દે ૩૬ મા વર્ષ પહેલાં ધર્મોપદેશ જ શરૂ કર્યો નહોતે, એટલે એને એક સમયે જ ઉપદેશ કરતા હતા એ બીના ઘટી શકે નહિ.
વળી, બંને અજાતશત્રુ રાજાના સમય દરમ્યાન હયાત હતા એ વાત બંને સંપ્રદાયના ધર્મગ્રંથો ઉપરથી નિશ્ચિત થઈ શકે છે. પરંતુ અજાતશત્રુ બુદ્ધના મૃત્યુ પૂર્વે ૮ વર્ષ પહેલાં જ રાજા થયો હતો: એટલે મહાવીર જે ઈ. સ. પૂ. પર૭ માં નિર્વાણ પામ્યા હોય, તો તે વખતે અજાતશત્ર રાજા જ બન્યું ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org