________________
સુભાષિતો
૨૪૫ વર્તમાન કાળ એ જ એકમાત્ર તક છે ! અને બોધપ્રાપ્તિ સુલભ છે નહીં. એમ સમજી, પિતાના કલ્યાણમાં તત્પર થાઓ ! અત્યારના જિનો પણ એમ જ કહે છે, ભવિષ્યના પણ એમ જ કહેશે. (૨-૩–૧૯)
जेहिं काले परिक्वन्तं, न पच्छा परितःपए । ते धीरा बन्धणुम्मुक्का, नावकंखन्ति जीवियं ॥
જેઓ યોગ્ય સમયે પરાક્રમ કરે છે, તેઓ જ પાછળથી પસ્તાતા નથી. તે ધીર પુરુષો બંધનોથી ઉન્મુક્ત હેઈ, જીવિતમાં આસક્તિ વિનાના હોય છે. (૩-૪-૧૫)
जेहिं नारीण संजोगा, पूयणा पिटुओ कया । सव्वमेयं निराकिचा, ते ठिया सुसमाहिए ॥
જેઓ કામભેગે અને પૂજનસત્કારને ત્યાગી શક્યા છે, તેઓએ બધું જ ત્યાખ્યું છે. તેવા લેકે જ મોક્ષમાર્ગમાં સ્થિત થઈ શકયા છે. (૩-૪–૧૭) उदगेण जे सिद्धिमुदाहरन्ति, सायं च पायं उदगं फुसन्ता । उदगस्स फासेण सिया य सिद्धी, सिझिसु पाणा बहवे दगंसि ॥
સવારસાંજ નાહવાથી જ જે મેક્ષ મળતો હોય, તો પાણીમાં રહેનારા કેટલાય જી મુક્ત થઈ જાય. (૩-૧૪)
उदयं जई कम्ममलं हरेजा, एवं सुहं इच्छामित्तमेव । अंधं व णेयारमणुस्सरित्ता, पाणाणि चेवं विणिहन्ति मन्दा ॥
પાણી જે પાપકર્મો ધોઈ નાખતું હોય, તે પુણ્યકર્મોને પણ ધોઈ નાખેએટલે તેમને સિદ્ધાંત મનોરથમાત્ર છે. આંધળા નેતાને અનુસરનારાની પેઠે તે મૂઢ લકે નિરર્થક જીવહિંસા કર્યા કરે છે. (૭–૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org