________________
અધ્યયન ૧ લું
પુંડરીક શ્રી સુધર્મસ્વામી બુસ્વામી વગેરેને ઉદ્દેશીને બોલ્યા : એક વખત ભગવાન મહાવીરે એક અબુત રૂપક કહેલું તે તમે સાંભળોઃ
એક ઘણું પાણી તથા કાદવવાળી, ધોળાં કમળથી ભરેલી, જોવાલાયક, રમણીય તથા મનહર પુષ્કરિણી હતી. તેમાં અહીંતહીં ચારેબાજુ મોટી સંખ્યામાં કમળોમાં શ્રેષ્ઠ એવાં શ્વેત કમળો ઊગ્યાં હતાં. તે પુષ્કરિણીને બરાબર મધ્યભાગમાં તે સર્વ શ્વેત કમળોમાં પણ શ્રેષ્ઠ એવું એક મોટું શ્વેત કમળ ઊગ્યું હતું. તે યોગ્ય સ્થળે ઊગેલું હોઈ ઊંચું, તેજસ્વી, રંગ, ગંધ, રસ અને કોમળતાથી ભરેલું તથા જોવાલાયક, રમણીય અને મને હર હતું. [૧]
હવે, પૂર્વ દિશામાંથી એક પુરુષ તે પુષ્કરિણી તરફ • આવી ચડ્યો. તેણે કિનારા ઉપર ઊભા ઊભા પેલું મેટું
કમળ જોયું. તેને જોઈને તે કહેવા લાગે : “હું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org