________________
૧૧
ધરતી કંપી. તિરાડ પડી અને અંદરથી ધરણેન્દ્રસહિત પાર્શ્વનાથ પરમાત્માની સુંદર મૂર્તિ પ્રગટ થઇ. કલ્યાણમંદિરની રચના પૂર્ણ કરી સૂરિજીએ કહ્યું કે ભદ્રા શેઠાણીનો પુત્ર અવંતીસુકુમાલ અનશનપૂર્વક કાયોત્સર્ગ કરી કાળ કરી નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયો છે. તે જ સ્થાને તેની યાદી માટે તેના પુત્રે મહાકાળ નામનું નવીન ચૈત્ય બંધાવી તેમાં આ પાર્શ્વનાથપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. કેટલાક કાળ પછી મિથ્યાત્વીઓએ તેના ઉપર શિવલિંગ સ્થાપી આ પ્રતિમા ભંડારી હતી તે પ્રતિમાજી આ સ્તુતિથી પ્રગટ થયાં છે.
આ વાર્તા સાંભળી રાજા જૈનધર્મ પામ્યો સમ્યક્ત્વ પામ્યો. ત્યારબાદ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ વિક્રમરાજાના અનુયાયી એવા બીજા અઢાર રાજાને પ્રતિબોધી ગુરુજી પાસે આવી પુનઃગચ્છની અંદર આવ્યા. આવા પ્રકારના પ્રતિષ્ઠિત એવા મહાન્ આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી વડે આ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરાઇ છે. આ જ વિક્રમ રાજાથી વિક્રમસંવત ચાલુ થયો છે
શ્રી બૃહચ્છાન્તિ સ્તોત્ર :- (૯)
tr
બૃચ્છાન્તિના પ્રારંભિક શ્લોકમાં અને પાછળના શ્લોકોમાં વારંવાર વપરાયેલા શાન્તિપદથી આ સ્તોત્રના કર્તા વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિજી હોવા જોઇએ એમ સંભાવના કરાય છે. ‘અહં તિસ્થવર માયા'' આ પદવાળી ગાથાથી એમ લાગે છે કે તીર્થંકરની માતા શિવાદેવી કે જે નેમિનાથ પ્રભુની માતા છે તે આ સ્તોત્રના કર્તા હશે. પરંતુ તે અર્થ સંગત થતો નથી. કારણ કે શિવાદેવી નેમિનાથ પ્રભુના કાળે થયાં અને આ બધાં સ્તોત્રો મહાવીરપ્રભુના શાસનમાં રચાયાં છે. તથા આ બૃહચ્છાન્તિ સંસ્કૃતભાષામાં છે. જ્યારે આ એક ગાથા માત્ર પ્રાકૃત ભાષામાં છે. માટે પ્રક્ષિપ્ત હોય એમ પણ કલ્પના કરાય છે. તથા આ ગાથાનો અર્થ એવો પણ થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org