________________
૧)
ઉજ્જયિણી નગરીમાં વિક્રમરાજાના પુરોહિતનો પુત્ર મુકુંદ નામનો હતો, તે મુકુંદ વાદવિવાદ માટે ભરૂચ જતો હતો. ત્યાં રસ્તામાં તેને વૃદ્ધવાદિસૂરિજી મળ્યા, ગોવાળીયાઓને સાક્ષી રાખી મુકુંદે તેઓની સાથે વાદ કર્યો, તેમાં તે હાર્યો, પછી રાજ્યસભામાં વાદ કર્યો તો પણ હાર્યો, તેથી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે દીક્ષા લઈ વૃદ્ધવાદીજીનો શિષ્ય બન્યો, તે વખતે તેનું નામ કુમુદચંદ્ર પાડ્યું, કાળાન્તરે સૂરિ થયા એટલે “સિદ્ધસેનદિવાકર” નામ પડ્યું, એકદા
ત્યાં વાદ કરવા આવેલા ભટ્ટને નવકારને બદલે “નમોડ" સંભળાવ્યું, તથા પ્રતિક્રમણમાં રહેલાં બધાંજ સૂત્રો પ્રાકૃતમાંથી સંસ્કૃત બનાવું એવી ઈચ્છા થઈ, અને ગુરુને કહી, ત્યારે ગુરુએ ઠપકો આપ્યો. બાલ, સ્ત્રી અને મંદબુદ્ધિવાળા આદિના ઉપકાર માટે ગણધરોએ સૂત્રો પ્રાકૃતમાં બનાવ્યાં છે. તેઓની તમે આવા વિચારમાત્રથી પણ આશાતના કરી છે. તેથી ગચ્છ બહાર મૂકવાની જાહેરાત કરી, સંઘની ઘણી વિનંતિથી “અઢાર રાજાને પ્રતિબોધીને આવે તો જ પાછા લેવાનું કહ્યું” ગુરુજીની આજ્ઞા સ્વીકારી સિદ્ધસેનજી ઉજ્જયિણી નગરીમાં આવ્યા.
તે સૂરિ મહાકાળના મંદિરમાં જઇ શિવલિંગ ઉપર પગ રાખી સૂતા. તે જોઈ ઘણા શિવભક્ત લોકોએ ક્રોધપૂર્વક ત્યાંથી ઉઠવા માટે કહ્યું. સૂરિજી ઉઠ્યા નહીં, સેવકોએ રાજાને વાત કરી. રાજાએ બળજબરીથી સૂરિને ઉઠાડવા રાજસેવકોને હુકમ કર્યો, રાજસેવકોએ સૂરિજીને ચાબૂકથી પ્રહારો કર્યા, વિદ્યાના બળથી તે પ્રહારો રાજાની રાણીઓને વાગવા લાગ્યા, મોટો કોલાહલ થયો, રાજા પોતે ત્યાં આવ્યો, સૂરિજીને નમસ્કાર કરી પગે પડીને કહ્યું કે તમે આ મહાદેવ ઉપર પગ કેમ મૂક્યા છે? ભક્તલોકોનાં મન દુઃખાય છે. સૂરિજીએ કહ્યું કે આ મહાદેવ નથી, મહાદેવ તો બીજા જ છે. એમ કહી આ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી. તેનો અગિયારમો શ્લોક બનાવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org