________________
૧૨
શકે છે કે તીર્થંકર પરમાત્મા પ્રત્યે માતાની જેમ વાત્સલ્ય રાખનારી
અને તમારા જ ગામમાં રહેનારી “શિવા=કલ્યાણ કરનારી એવી હું દેવી છું. તમારું પણ ક્લ્યાણ થાઓ અને અમારું પણ કલ્યાણ થાઓ તથા સર્વ અશિવોની ઉપશાન્તિ થાઓ, એટલે શિવાદેવી માતા કર્તા હોય આ વાત બરાબર સંગત લાગતી નથી.
આ પ્રમાણે આ નવે સ્મરણો કયારે રચાયાં? કયાં રચાયાં? અને કોણે રચ્યાં? ઇત્યાદિ માહિતી જેટલી પ્રાપ્ત થઇ શકી છે. તેટલી લખી છે. વિશેષ જ્ઞાની ગીતાર્થો પાસેથી સમજી લેવી.
આ નવે સ્મરણોનું મૂળગાથાનું તથા ગુજરાતી અર્થનું ઇંગ્લીશ તૈયાર કરી આપવાનું કામ ડૉ. શ્રી અમૃતભાઇ ઉપાધ્યાયે કર્યું છે. તેથી તેઓનો આ સમયે આભાર માનું છું.
આનંદની વાત એ છે કે મા. શ્રી ધીરૂભાઈ રતિલાલ શાહને આજના મીડીયમ ઈંગ્લીશ જમાનામાં આ પુસ્તકનું પોતાના તરફથી પ્રકાશન કરી પોતાના ધર્મપત્નિના મૃત્યર્થે વિનામૂલ્યે આપવાનો વિચાર આવ્યો અને મને આ વિચાર જણાવી પુસ્તક પ્રકાશન કરવા અંગે પોતાની ભાવના જણાવી તેઓશ્રીનો આ ઉમદા વિચાર જાણી મેં સહર્ષ અનુમતી આપતા આજે ત્રીજી આવૃત્તિનું પ્રકાશન થઈ રહેલ છે જે આનંદની વાત છે. શ્રુતપ્રેમી શ્રી ધીરૂભાઈ ભવિષ્યમાં પણ આ રીતે પુસ્તક પ્રકાશન કરી શ્રુતજ્ઞાનની ખૂબ ખૂબ આરાધના કરે તે જ મંગલ મનિષા.
ઇંગ્લીશ ભાષાન્તર સાથે પુસ્તક પ્રકાશન કરવાનો આ પ્રથમ પ્રયાસ કરેલો, તેમાં સારી સફળતા મળતાં આજે તેની બીજી આવૃત્તિનું પ્રકાશન કરીએ છીએ. આ રીતે બીજા પુસ્તકોનું પણ ઇંગ્લીશમાં ભાષાન્તર કરવાનો વિચાર છે. આ પુસ્તક પ્રકાશનમાં પુરેપુરું ધ્યાન રાખવા છતાં પ્રમાદવશ કોઇ કોઇ ભૂલો આવી હોય તો તે બદલ ક્ષમા માગું છું તથા તે સુધારીને વાંચવા ભલામણ છે. અને તે ભૂલો અમને જણાવવા વિનંતિ છે.
એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯, ગુજરાત (India)
Jain Education International
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન : ૦૨૬૧-૨૭૬૩૦૭૦ મો : ૯૮૯૮૩૩૦૮૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org