________________
ત્રણ રત્ન આસક્તિપૂર્વક પ્રવૃત્તિ ન કરવી; અને શુભાશુભ ભાવોને ત્યાગ કરી, શુદ્ધ ભાવયુક્ત તથા નિર્વિકલ્પ સમાધિરૂપ
ગ”યુક્ત બનવું. જૈન સાધુને પરની અપેક્ષા વિનાનો આ વેશ પુનર્ભવને વિનાશ કરનાર છે. આમ, પરમગુરુ પાસે જૈન સાધુની દીક્ષા લઈ તેને નમસ્કાર કરી, તેની પાસે વ્રતસહિત આચાર સાંભળી, તેમાં પ્રયત્નશીલ થનારે સાચે શ્રમણ થયો કહેવાય. શ્રમણ થયા છતાં, જે મુનિ જિને કહેલા પદાર્થો ઉપર શ્રદ્ધા નથી કરતો, તે સાચો શ્રમણ નથી; અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ પણ પ્રાપ્ત કરી શકવાનો નથી. જેની મેહદષ્ટિ નાશ પામી છે, જે શાસ્ત્રકુશળ છે, જે વિરાગચરિત્રમાં ઉદ્યમવંત છે, તે મહાત્મ “ધર્મ' એટલે કે શુદ્ધ આત્મારૂપ બને છે. [પ્ર.૧,૯૧-૨; પ્ર.૨,૧-૭]
મૂળ ગુણે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ
દિને નિષેધ, કેશ ટૂંપાવવા, છે આવશ્યક ક્રિયાઓ, વસ્ત્રરહિતતા, અસ્નાન, ભૂમિશયા,
૧. ચાલવા-બેસવામાં, વસ્તુઓ લેવા-મૂકવામાં વગેરેમાં જીવજંતુની હિંસા ન થાય તે માટે જોઈ–તપાસીને પ્રવૃત્તિ કરવાના પાંચ નિયમ “સમિતિ” કહેવાય છે. વધુ વિગત માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૩૯ ઇ.
૨. તે છે આ પ્રમાણે: (૧) સામાયિક-– એટલે કે દુશ્ચિંતનને ત્યાગ કરી, ધાર્મિક બાબતેના ચિંતનપૂર્વક સમભાવમાં ચિત્તને સ્થાપિત કરવું તે. (૨) ચતુર્વિશતિસ્તવ – એટલે કે ૨૪ તીર્થકરાનું નામપૂર્વક ગુણકીર્તન. (૩) વંદન – એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org