________________
ત્રણ રત્ના
થાય અને
સ્વ-સ્વભાવથી અન્ય કાંઈ આચરતા નથી, અને (સ્વભાવ) છેડતા નથી, ત્યારે તે પારમાર્થિક દૃષ્ટિએ મેાક્ષમાગી છે એમ કહેવાય. જે પુરુષ અનન્યમય આત્માને આત્મા વડે જાણે છે તથા જુએ છે, તે નિશ્ચયપૂર્વક જ્ઞાન, દન અને ચારિત્રરૂપ બને છે. મુક્ત જીવ સર્વ વસ્તુઓને જાણે છે, તથા જુએ છે, તેથી તે અનંત સુખ પણ અનુભવે છે. અનંત જ્ઞાન અને અનત સુખ એક જ છે, એવું ભવ્ય જીવ જાણે છે; અભવ્ય જીવ તેવું નથી માનતા. સાધુએ કહે છે કે, દન, જ્ઞાન અને ચારિત્ર એ મેાક્ષમા છે, માટે તેમને સેવવાં. પરંતુ, તે ત્રણથી તે મધ પણ મેક્ષ પણ થાય. કેટલાક સરાગી નાની જીવ એમ માને છે કે, અહ્તાદિની ભક્તિથી દુ:ખમેાક્ષ થાય છે; પરંતુ તેનાથી તે જીવ પરસમય—રત થાય છે. કારણ કે, અદ્ભુત, સિદ્ધ, ચૈત્ય, શાસ્ત્ર, સાધુસમૂહ અને જ્ઞાન એ બધાંની ભક્તિથી પુરુષ પુણ્યકર્મ બાંધે છે; પણ કર્મક્ષય નથી કરતા, જેના હૃદયમાં અણુમાત્ર પણ પરદ્રવ્યમાં રાગ છે, તે પેાતાના શુદ્ધ સ્વરૂપને નથી જાણતા; ભલેને તે સ શાસ્ત્રો ભણેલે। હાય. આત્મ-ધ્યાન વિના ચિત્તભ્રમણના રાધ થવા શક્ય નથી; અને જેણે ચિત્તભ્રમણુ અટકાવ્યું નથી, તેને શુભાશુભ કર્મ બંધાતાં મટવાં શક્ય નથી. માટે નિવૃત્તિ (મેાક્ષ)ના અભિલાષીએ નિ:સંગ અને નિર્મળ
૨૨
૧. ભવ્ય એટલે કે જે ભવિષ્યમાં મુક્તિ પામી શકે તેવી ચેાગ્યતાવાળા છે. જે તેવી ચાગ્યતા વિનાના છે તે અભયં કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org