SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું શુદ્ધ સ્વરૂપ ૭૧ સંપૂર્ણપણની ઉત્પત્તિની દષ્ટિએ તે ભવ્ય છે; છતાં અશુદ્ધપણમાં ફરી ઉત્પત્તિની અપેક્ષાએ તે અભવ્ય છે; પર-સ્વભાવની અપેક્ષાએ તે શન્ય છે; છતાં સ્વ-સ્વભાવની અપેક્ષાએ તે પૂર્ણ છે; વિશુદ્ધ કેવળજ્ઞાનની અપેક્ષાએ તે વિજ્ઞાનયુક્ત છે; છતાં અશુદ્ધ ઈદ્રિયજ્ઞાનાદિની અપેક્ષાએ તે વિજ્ઞાનરહિત છે. મુક્તાવસ્થામાં જીવને અભાવ નથી જ. [૫.૩૬-૭] તેના સ્વરૂપનો ઘાત કરનારાં ઘાતિકર્મો નાશ પામી ગયાં છે; તેનું અનંત એવું ઉત્તમ વીર્ય છે; તેનું તેજ પણ અધિક છે; તે ઇન્દ્રિય (વ્યાપાર) રહિત બની, જાતે જ જ્ઞાન અને સુખરૂપ બન્યો છે. તેને હવે દેહગત સુખ યા દુઃખ નથી. કારણ કે, તેને અતીદિયત્વ પ્રાપ્ત થયું છે. [પ્ર. ૧,૧૩-૨૦] સર્વજ્ઞતા જાતે જ્ઞાનસ્વરૂપ બનેલા તેને સર્વ દ્રવ્યો અને તેમનાં પરિણામ પ્રત્યક્ષ ૧. “મુક્ત થવાને લાયક.” ૨. આગળ પા. ૮૦ ઉપર નોંધમાં ગણાવેલાં આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, અને અંતરાય એ ચાર કર્મો ઘાતિકર્મ કહેવાય છે, કારણકે તે આત્માના જ્ઞાનાદિ ગુણેને સીધો ઘાત કરે છે; બાકીનાં ચાર અઘાતી છે. ૩. “જ્ઞાન અને દર્શનરૂપી તેજ”. – ટીકા. ૪. “ઇઢિયાદિ વડે હવે તેની જ્ઞાનાદિ ક્રિયાઓ નથી થતી.”—ટીકા. ૫. જે જ્ઞાન ઈદ્રિય અને મનની સહાય સિવાય જ ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે પક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy