________________
આત્મા
સંયમ અને તપથી યુક્ત છે, રાગરહિત છે, તથા સુખદુઃખમાં સમબુદ્ધિવાળે છે, તે શુદ્ધ ભાવવાળો કહેવાય. [પ્ર.૧,૧૩-૪]
૧. “પાંચ ઇઢિયો તથા મનની અભિલાષાઓ અને છે પ્રકારના જીવની હિંસામાંથી આત્માને રેકી, પોતાના સ્વરૂપમાં સ્થિત થવારૂપી સંયમ.”– ટીકા.
૨. “બાહ્ય અને આંતર તપોબલને કારણે કામક્રોધાદિ શત્રુઓ વડે અખંડિત પ્રતાપવાળા શુદ્ધ આત્મામાં વિરાજવારૂપી તપ’.-ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org