________________
પર
ત્રણ રને વસ્તુની બાબતમાં પણ હોઈ શકે. ધનવાળો હોવાથી માણસ ધની કહેવાય છે; અને જ્ઞાનવાળે હોવાથી આત્મા જ્ઞાની કહેવાય છે. પરંતુ, પહેલા દાખલામાં ધન, ધનીથી જુદું છે, તેથી તેમની વચ્ચે સંબંધ બતાવ્યો હોવા છતાં, પૃથફત્વ છે. પરંતુ, જ્ઞાન જ્ઞાનીથી જુદું ન હોવાથી બેલવામાં તેમની વચ્ચે ભેદ બતાવાતું હોવા છતાં એકતા છે. જ્ઞાની અને જ્ઞાનને જે સર્વથા ભેદ હોય, તો બંને અચેતન થાય. જિનેને એ વાત કબૂલ નથી. જ્ઞાનથી ભિન્ન હોઈ જ્ઞાન સાથે સંબંધ થવાથી આત્મ જ્ઞાની ન થઈ શકે. કારણ, તે સંબંધ થતા પહેલાં તેને અજ્ઞાની કહેવો પડે. પરંતુ, તે વખતે પણ અજ્ઞાન ગુણ સાથે તે તેનું એકત્વ જ માનવું પડે ! “સંબંધ બે પ્રકારના હોય છે : સંગ સંબંધ અને સમવાય સંબંધ. '૨ સમવાય સંબંધ એટલે એક ન હોય તો બીજું પણ ન હોય એ રીતે હંમેશાં
૧. દેવદત્તની ગાય એ વ્યપદેશ (ઉલ્લેખ) બે ભિન્ન વસ્તુઓને લગતો છે; પરંતુ વૃક્ષની ડાળી, કે દૂધની ધોળાશ એ
વ્યપદેશ અભિન્ન વસ્તુને લગતો છે. જાડા માણસની જાડી ગાય – એ સંસ્થાન અથવા આકૃતિનો ભેદ બે ભિન્ન વસ્તુઓની બાબતમાં છે; પરંતુ મોટા વૃક્ષની મોટી ડાળી, કે મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણ –એ ભેદ અભિન્ન વસ્તુને લગતો છે. દેવદત્તની સે ગાય – એ સંખ્યામતભેદ ભિન્ન વસ્તુને લગતો છે; પરંતુ વૃક્ષની સેંકડો ડાળી – એ ભેદ અભિન્ન વસ્તુને લગતો છે. ગોકુળમાં ગાય – એ વિષયગત ભેદ ભિન્ન વસ્તુને લગત છે; પરંતુ વૃક્ષમાં ડાળી, દૂધમાં ધોળાશ – એ ભેદ અભિન્ન વસ્તુને લગતો છે.
૨. એ વાક્ય મૂળનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org