________________
દ્રવ્ય-વિચાર તેમની ચેતના “કર્મફલચેતના” કહેવાય છે. (૨) જંગમ જીવો ઉપરાંતમાં કર્મ પણ કરી શકે છે, તેમની ચેતના કર્મચેતના કહેવાય છે. (૩) અને પ્રાણીપણુને ઓળંગી ગયેલા સિદ્ધ જીવો શુદ્ધ “જ્ઞાનચેતનાને જ અનુભવે છે. [૫૩૯]
જીવને ચેતના વ્યાપાર જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે.
જે બેધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે, તે જ્ઞાન કહેવાય; અને સામાન્યરૂપે જાણે, તે દર્શન કહેવાય.
અનન્યતા
દ્રવ્ય અને ગુણની ચેતનાગુણ સર્વ કાલ જીવથી અનન્ય
ભૂત છે. જ્ઞાનીથી તેનો જ્ઞાનગુણ
જુદો નથી; પરમાર્થથી બંનેનું અભિન્નપણે જ છે. દ્રવ્ય જે ગુણથી જુદું હોય, અને ગુણે પણ દ્રવ્યથી જુદા હોય, તે કાં તો એક જ દ્રવ્યને ઠેકાણે અનંત દ્રવ્ય માનવાં પડે; અથવા દ્રવ્યના અભાવને જ પ્રસંગ આવે. નિશ્ચય દ્રવ્ય અને ગુણ વચ્ચે અવિભક્ત અનન્યત્વ પણ નથી માનતા; કે વિભક્ત અન્યત્વ પણ નથી માનતા; પરંતુ અમુક અપેક્ષાએ ભેદ તેમજ અભેદ બંને માને છે. ઉલ્લેખ, આકૃતિ, સંખ્યા અને વિષયને લગતા ભેદ બે ભિન્ન વસ્તુઓની બાબતમાં જેમ, તેમ અભિન્ન
૧. મૂળમાં [પ. ૪૦-૨] તે બંનેના ભેદને નામમાત્રથી જણાવ્યા છે. તેની વિગતવાર માહિતી માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૬૮, ટિવ નં. ૧..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org