________________
૧૯
ઉપોદઘાત નાટકત્રયી' કહેવામાં આવે છે. જો કે ખરી રીતે તે સમયસાર' ગ્રંથમાં જ જીવ–અજીવ તને સંસારરૂપી રંગભૂમિમાં પોતપોતાને ભાગ ભજવતાં નિરૂપવામાં આવ્યાં છે; એટલે તે ગ્રંથ જ “નાટક' એવા નામને પાત્ર છે. પરંતુ, આ ત્રણ ગ્રંથો ભેગા “પ્રાભૂતત્રયી' કહેવાતા હોવાથી, તેમને ત્રણેને “નાટકત્રયી” નામ મળ્યું છે. જોકે “સમયસાર’ને પણ નાટક એવું નામ આપનાર ટીકાકાર અમૃતચંદ્ર જ છે. તેમણે જ નાટકનાં પાત્રો આવતાં જતાં હોય એ રીતે બધાં તત્ત્વોનું નિરૂપણ કરીને, પોતાની ટીકામાં તે ગ્રંથને નાટકનું સ્વરૂપ આપ્યું છે. • “પંચાસ્તિકાય”ને “સંગ્રહ' એવું નામ આપવામાં આવ્યું છે તે ઉપરથી એમ લાગે છે કે, તે ગ્રંથમાં કુંદકુંદાચાર્યું મુખ્યત્વે પિતાના વિષયને લગતા કોનો સંગ્રહ જ કર્યો હશે. તે ગ્રંથ વાંચતાં આપણને કઈ કઈ જગાએ પુનરાવર્તન કે કમભંગ થતાં લાગે છે, તેનું કારણ પણ એ જ હશે. ટીકાકાર અમૃતચંદ્ર ૬૪ મી વગેરે ગાથાઓને સિદ્ધાંતસૂત્ર” કહે છે. કોઈ કઈ જગાએ વચ્ચે વચ્ચે કેટલાક કેનું જૂથ આજુબાજુ સંબંધ ન બેસે તે રીતે મૂકેલું દેખાય છે. અને મોક્ષચૂલિકા એ તે સ્વતંત્ર વિભાગ જ લાગે છે. એટલે કુંદકુંદાચાર્યે પોતાના પૂર્વ પાસેથી વારસામાં જે કાંઈ ગાથાઓ મેળવી હશે, તેમને એમાં એકત્રિત કરી હશે, એમ બનવાનો સંભવ છે.
સમયસાર” એ તો જૈનમાં કુંદકુંદાચાર્યનો સર્વોત્તમ ગ્રંથ મનાય છે. જૂનવાણીઓ તો એમ પણ માને છે કે, તે ગૂઢ ગ્રંથ વાંચવાને ગૃહસ્થને તો અધિકાર પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org