SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ રસ્તે ઈ. સ. ની શરૂઆતના અરસામાં કુંદકુંદાચાર્ય થઈ ગયા, એમ માનવાને આપણને પૂરતાં કારણે મળી રહે છે. ૩. શ્રીકુદકુંદાચાયના છે - કુંદકુંદાચાર્યને નામે અનેક ગ્રંથે ચડેલા છે. તેમાંના ઘણાનાં તો માત્ર નામ જ ઉપલબ્ધ છે; અને બાકીના પણ જે કુંદકુંદાચાર્યના કહેવાય છે, તેમાં મોટે ભાગે તે ભાગ્યે જ કુંદકુંદાચાર્યે પિતાના નામનો લેખક તરીકે ઉલ્લેખ કરેલો હોય છે. કેટલાક ગ્રંને તે ટીકાકારના કહેવાથી જ કુંદકુંદાચાર્યને માનવા પડે છે, અને બાકીના વિષે તે એટલું જ કહી શકાય છે કે, એ ગ્રંથ કુંદકુંદાચાર્યના છે એવી પરંપરા છે. પછીના ઘણા લેખકોએ પોતાના ગ્રંશે કુંદકુંદાચાર્યને નામે ચડાવી દીધા હેય, એમ પણ બનવાને પૂરતો સંભવ છે. એ સ્થિતિમાં આપણું પાસે તો એક જ ભાગ રહે છે કે, કેઈ ગ્રંથની બાબતમાં પરંપરામાં વિરેધ હોય, કે બીજે કઈ લેખક તે ગ્રંથને પિતાની કૃતિ જણાવતો હોય, તો તે ગ્રંથને શંકાસ્પદ માનવો.* ૧. ૮૪ પાહડે કુંદકુંદાચાર્યે ૮૪ “પાહુડ” ગ્રંથે લખ્યા હતા એમ કહેવાય છે. પાહુડ * એવા ગ્રંશે તે અખંડાગમ ટીકા” તથા “મૂલાચાર” છે. “પખંડાગમ ટીકા' કુંદકુંદના શિષ્ય કુંદકીર્તિએ લખી છે એમ શ્રાવતાર'માં વિબુધ શ્રીધર કહે છે; ઉપરાંત તે અત્યારે તે અપ્રાપ્ત છે. અને “મૂલાચારને ટીકાકાર વસુનંદી જ તે ગ્રંથ વકરને છે એમ જણાવે છે. એટલે એ બંને ગ્રંથને શંકાસ્પદ માન્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy