________________
૧૦
ત્રણ રસ્તે એટલું તે નક્કી કે, બંને દંતકથાઓ આપણને શ્રી કુંદકુંદાચાર્ય વિષે ઐતિહાસિક કહી શકાય તેવી કશી માહિતી આપતી નથી. જે કાંઈ તેવી થોડી માહિતી તેમાં છે, તેમાં પણ બંને દંતકથાઓ વચ્ચે મતભેદ છે. બાકીની હવામાં ઊડવાની અને શ્રીમંધરસ્વામીની મુલાકાતની હકીકત કશા ખાસ ઉપગની નથી. એટલે હવે આપણે બીજા આધારભૂત કહી શકાય તેવાં સ્થળોએ તેમની માહિતી માટે તપાસ કરીએ. ભદ્રબાહુના શિષ્ય કુંદકુંદાચાર્યો પિતે પિતાના ગ્રંથમાં
પિતાના વિષે ખાસ માહિતી આપી નથી. “બારસ અણુવેકખા' ગ્રંથને અંતે તે પિતાનું નામ આપે છે; અને “બોધપ્રાભૂત” ગ્રંથને અંતે તે પિતાને દ્વાદશ અંગગ્રંથના જ્ઞાતા તથા ચૌદ પૂર્વીગેનો વિપુલ પ્રસાર કરનારા ગમતગુરુ શ્રુતજ્ઞાની ભગવાન ભદ્રબાહુના “શિષ્ય” તરીકે જણાવે છે. બેધપ્રાભૃતવાળી એ ગાથા ઉપર કૃતસાગરે (૧૫મા સૈકાને અંતે) સંસ્કૃત ટીકા લખેલી છે; એટલે એ ગાથાને પ્રક્ષિત ગણવાનું અત્યારે આપણું પાસે કોઈ કારણ નથી. દિગંબરેની પટ્ટાવલીમાં બે ભદ્રબાહુઓ આવે છે. બીજા ભદ્રબાહુ મહાવીર પછી ૧૮૯-૬૧ર વર્ષ એટલે કે ઈ. સ. કર-૮૫ માં થઈ ગયા. પરંતુ તેમને બાર અંગ અને ૧૪ પૂર્વાગેને જાણનાર કહી શકાય નહિ; કારણ કે, ચાર પૂર્વગ્ર તો પ્રથમ ભદ્રભાહુ પછી જ લુપ્ત થયા, અને તે જ છેલ્લા ચૌદ પૂર્વજ્ઞાની હતા એવી પરંપરા છે. હવે જે કુંદકુંદાચાર્ય પ્રથમ ભદ્રબાહુના શિષ્ય હોય, તે તે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં થઈ ગયા એમ કહેવાનું પ્રાપ્ત થાય. પરંતુ ઘણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org