________________
૧૩૭.
સુભાષિત जह बंधे चितंतो बंधणबद्धो ण पावइ विमोक्खं । तह बंधे चितंतो जीवोवि ण पावइ विमोक्खं ।।
કોઈ માણસને લાંબા વખતથી બંધનમાં નાખ્યો હોય; તે માણસ તે બંધ વિષે ગમે તેટલા વિચાર કર્યા કરે, પણ તેથી તેમાંથી છૂટો થઈ શકે નહિ; પરંતુ તે બંધને છેદી નાખે, તે જ તેમાંથી મુક્ત થઈ શકે, તે જ પ્રમાણે સંસારબદ્ધ જીવનું પણ સમજવું. [૨૯૧]
बंधाणं च सहावं वियाणिओ अप्पणो सहावं च । बंधेसु जो विरजदि सो कम्मविमोक्खणं कुगई ॥
બંધનું સ્વરૂપ તથા આત્માનું સ્વરૂપ જાણીને, જે માણસ બંધનથી વિરક્ત થાય છે, તે પિતાની મુક્તિ સાધી શકે છે. [ ૩]
कह सो धिप्पइ अप्पा पण्णाए सोउ घिप्पए अप्पा । जह पण्णाइ विहत्तो तह पण्णाएव घित्तव्यो ।
એ આત્માનું જ્ઞાન પ્રજ્ઞા વડે જ થઈ શકે છે. પ્રજ્ઞા વડે આત્માને અન્ય દ્રામાંથી છૂટા પાડે, એનો અર્થ જ તેને જાણો. [૨૬]
पण्णाए धित्तव्यो जो दट्ठा सो अहं तु णिच्छयओ। अवसेसा जे भावा ते मञ्झ परेत्ति णायव्वा ।।
પ્રજ્ઞા વડે અનુભવવું જોઈએ કે, જે દૃષ્ટા છે, તે જ હું છું; બીજા બધા જે ભાવો છે, તે મારાથી પર છે. [૨૯૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org