________________
જીવ-જડને એ બધા અધ્યવસાનાદિ ભાવે જડ વિવેક દ્રવ્યના પરિણામથી નિષ્પન્ન થાય છે,
એમ કેવળજ્ઞાનીઓએ કહ્યું છે. તેમને જીવ કેમ કરીને કહેવાય? આઠે પ્રકારનું કર્મ, કે જેને પરિણામે પ્રાપ્ત થતું ફળ દુઃખ એ નામથી પ્રસિદ્ધ છે, તે સર્વ જડ દ્રવ્યરૂપ – પુદ્ગલમય – છે. અધ્યવસાન વગેરે ભાવો જ્યાં જીવના કહેલા છે, ત્યાં વ્યવહારદષ્ટિથી તેમ કહેલું છે, એમ સમજવું. જેમ લશ્કર બહાર નીકળ્યું હોય, તે પણ વ્યવહારદષ્ટિથી રાજા બહાર નીકળે એમ કહેવાય છે તેમ. જીવ તો અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અવ્યક્ત (ઇક્રિયાને અચર), અશબ્દ, અશરીર, કોઈ પણ પ્રકારના લિંગ (ચિહ્ન), આકૃતિ (સંસ્થાન) તથા બાંધા (સંહનન) વિનાનો તથા ચેતનાગુણવાળો છે. તેને નથી રાગ, દ્વેષ કે મેહ, પ્રમાદ વગેરે કર્મબંધનનાં દ્વારે (પ્રત્યય) પણ તેને નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મ, કે શરીર વગેરે કર્મ પણ તેને નથી. જુદા જુદા ક્રમમાં વિકાસ પામેલે (કર્મની ) શક્તિઓને સમૂહ, શુભાશુભ રાગાદિ વિકલ્પ, શારીરિક, માનસિક કે વાચિક પ્રવૃત્તિઓ, કષાયોની તીવ્રતા, અતીવ્રતા કે ક્રમહાનિ, જુદા જુદા દેહો, તથા મેહનીય કર્મની ક્ષયવૃદ્ધિ અનુસાર આધ્યાત્મિક વિકાસક્રમરૂપી ગુણસ્થાનો –
૧. ગુણ એટલે આત્માની સ્વાભાવિક શક્તિઓ; અને સ્થાન” એટલે તે શક્તિઓની તરતમ–ભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણે ઉપરથી આવરણ ઓછાં થતાં જાય છે તેમ તેમ તે સહજ ગુણે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org