________________
૪. અતિયારે અનાદર', એટલે કે સામાયિકમાં ઉત્સાહ ન રાખવોઅર્થાત વખત થવા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તો જેમ તેમ પ્રવૃત્તિ કરવી; તથા “મૃત્યનુપસ્થાપન, એટલે કે એકાગ્રતાનો અભાવ, અર્થાત્ ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિષેની સ્મૃતિને બંશ. [૩/૧૧૫] દેશાવકાશિકવ્રતના અતિચારે આ પ્રમાણે છે: “પ્રેધ્યપ્રયોગ,
એટલે કે પોતે જેટલા પ્રદેશને નિયમ કર્યો હોય શીવારિન તેની બહાર કામ પડે ત્યારે પિતે ન જતાં નોકર, અતિજારો આદિને જ હુકમ કરી ત્યાં બેઠાં કામ કરાવી લેવું.
તે; “આનયન, એટલે કે સ્વીકારેલી મર્યાદા બહારની વસ્તુની જરૂર પડે ત્યારે જાતે ન જતાં બીજા પાસે તે વસ્તુ મંગાવવી તે; “પુદ્ગલક્ષેપણ, એટલે કે સ્વીકારેલી મર્યાદાની બહાર ન જવાય તેમ હોવાથી કાંકરી, ઢેકું વગેરે ફેંકી કેઈને પિતાની નજીક આવવા સૂચના આપવી તે; “શબ્દાનુપાત, એટલે કે સ્વીકારેલી મર્યાદાની બહારનાને બોલાવવા માટે ખાંસી, ઠસકું આદિ શબ્દ દ્વારા તેને પાસે આવવા સાવધાન કરો તે; તથા “રૂપાનુપાત,” એટલે કે કાંઈ શબ્દ કર્યા વિના માત્ર આકૃતિ આદિ બતાવી બીજાને નજીક આવવા સૂચના કરવી તે. [૩/૧૧૬ ].
૧. જેમકે, સામાજિક ક્યારે કરવાનું છે, મેં કર્યું કે નથી કર્યું', વગેરેની સ્મૃતિને ભ્રંશ. અહીં કેઈએ એવી શંકા કરી છે કે, સામાયિકવ્રતને અર્થ જ એ છે કે, મન-વાણી-કાયાથી સંદેષ પ્રવૃત્તિ ન કરવી કે ન કરાવવી. પરંતુ ઉપરના અતિચારોમાં તે વ્રતને સીધો ભંગ જ દેખાય છે, તેમાં અતિચારપણું
ક્યાં છે? તેને જવાબ એ છે કે, એ પ્રકારમાંથી કોઈ એકાદને ભંગ થાય, તો પણ બીજાનું પાલન હેય જ એટલે સામાયિકને અત્યંત અભાવ નથી થત.- ટીકા. –૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org