________________
પરિગ્રહમાં આણ જેટલે પણ કઈ ગુણ નથી; પરંતુ દેશે તે પર્વત જેટલા છે. [૧૦]
संगाद्भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः । मुनेरपि चलेच्चेतो यत्तेनान्दोलितात्मनः ॥
પરિગ્રહને લીધે ન હોય તેવા રાગદ્વેષાદિ શત્રુઓ ઊભા થાય છે , તથા તેનાથી આંદલિત થયેલા અંતઃકરણવાળા મુનિનું ચિત્ત પણ ચલિત થઈ જાય છે. [૨-૧૦૯ -
संसारमूलमारम्भा स्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्प परिग्रहम् ।।
સારનું મૂળ સપાપ પ્રવૃત્તિઓ છે; અને તેમનું મૂળ પરિગ્રહ છે. માટે મુમુક્ષુ ગૃહસ્થ પરિગ્રહને ઘટાડતા જવું. [૨-૧૧૦]
मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधाः संगैरंगीकृतं नरम् ।।
પરિગ્રહમાં આસક્ત થયેલા પુરુષને વિષયોરૂપી ચેરે લૂંટવા આવે છે; કામરૂપી અગ્નિ બાળવા આવે છે, અને સ્ત્રીરૂપી પારધીઓ ફંદામાં નાખવા આવે છે. [૨-૧૧૧].
संनिधौ निधयस्तस्य कामगव्यनुगामिनी ! अमरा: किकरायन्ते संतोषो यस्य भूषणम् ।।
જેને સંતોષ પ્રાપ્ત થયો છે, તેને બધા ભંડાર હાજરાહજૂર છે; કામધેનું પણ તેનું અનુશમન કરે છે; અને દેવો પણ તેના દાસ થાય છે. [૨-૧૧૭]
આત્મજ્ઞાન आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org