________________
ગશાસ્ત્ર આ બધા શુકન સાજા માટે માણસ કહ્યા; હવે માંદા માણસને લગતા શુકન કહીએ. શુકન વખતે જમણી બાજુ વળીને કૂતરું પિતાની ગુદા, ઉર:સ્થળ, કે પૂંછડી ચાટે, તો અનુક્રમે એક અને ત્રણ દિવસે મરણ થાય. શુકન વખતે કૂતરું પિતાનું આખું શરીર સંકેચીને એ કે કાન ચડાવી, વાંકું વળી અંગ હલાવે, તે મૃત્યુ થાય. શુકન વખતે કૂતરું ઉઘાડે મેએ, લાળ કાઢતું, આંખો મીંચી તથા અંગ સંકોચીને સૂએ તે નિઃસંશય મૃત્યુ થાય. માંદા માણસના ઘર ઉપર કાગડાઓને સમુદાય ત્રણે સંધ્યાએ વખતે ભેગો થાય, તે મૃત્યુ નજીક આવેલું જાણવું. કાગડા રસોડામાં કે સૂવાના ઓરડામાં ચામડું, હાડકાં, દેરી, કે કેશ લાવીને નાખે, તે મરણ નજીક આવેલું જાણવું. [૫/૧૮૨-૭]
અથવા ઉપકૃતિ વડે પણ કાલજ્ઞાન થઈ શકે છે. શુભ દિવસે, રાતને વખતે, શુભ દિશામાં, કાનને પચનમસ્કારમંત્ર કે આચાર્ય મંત્ર વડે પવિત્ર કરી, ઘેરથી કાનને ઢાંકી દઈ કારીગર લેકેના ચક્કામાં જવું. ત્યાં જમીનને ચંદનથી અચીને તથા તેના ઉપર ગંધ અક્ષત વગેરે વેરીને સાવધાન થઈ અવાજ સાંભળો. તે અવાજ બે પ્રકારને હોય છે. એક આડકતરી રીતે કહેલ – વિચાર કરીને સમજવો પડે તે; અને બીજે સ્પષ્ટ અર્થવાળો–સીધા શબ્દમાં કહેલે. પહેલાને દાખલ આ પ્રમાણે છે. જેમકે, “આ ઘરને થાંભલો પાંચ કે છ દિવસ, પક્ષ, મહિના કે વર્ષે ભાગી જશે, વા નહિ ભાગી જાય”; “તે બહુ સુંદર હતો પણ હવે ભાગી જશે,' ઈત્યાદિ. બીજાને દાખલો આ
૧. બૃહતસંહિતામાં (૪૫-૬૯) જણાવ્યા પ્રમાણે ઘર અને ચિત્યનાં તોરણ (કમાને) ઉપર પક્ષીઓને સમુદાય આવીને બેસે, તો મરણ થાય.
૨. બહતસંહિતામાં (૪૫-૭૦) જણાવ્યું છે કે, કૂતરાં ઘરમાં હાડકાં કે બીજા મૃત અવયવો લાવીને નાખે, તો મૃત્યુ થાય. તેમજ ૯૪-૧૨ માં જણાવ્યું છે કે ભસ્મ, હાડકાં, કેશ અને પાંદડાં પથારીમાં નાખી જાય, તો શય્યાને માલિક મરી જાય.
૩. પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ? ૪. તે મંત્રની વિગત માટે જુઓ ટિપ્પણ ૧૯, પાન ૧૮૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org