________________
૧૬૨
યોગશાસ્ત્ર જાણે, ભૂમિ અને સૂર્યમાં છિદ્ર જુએ, જીભને કાળી જુએ, મેંને લાલ કમળ જેવું જુએ, તાળવું કંપતું હોય એમ લાગે, હૃદય રડતું હોય એમ લાગે, શરીરને રંગ એકસરખો ન રહે, તથા નાભિ આગળ અકસ્માત હેડકી થાય, તે બે મહિને મરણ થાય. જીભે વાદ ન લાગે, બેલતાં વારંવાર ખલન પામે, કાન અવાજ સાંભળે નહિ, નાક ગંધ ન પારખે, હંમેશાં આંખ ફરક્યા કરે, જોયેલી વસ્તુમાં પણ બ્રમ થાય, રાત્રે ઇન્દ્રધનુષ્ય જુએ, દિવસે (ઉલ્કા) તારા ખરતા જુએ, દર્પણમાં કે પાણીમાં પિતાને પડછાયો ન દેખે, વાદળ વિના વીજળી જુએ, અકસ્માત માથું બળવા લાગે, કયાંક હંસ, કાગડા અને મોરનો સમૂહ જુએ, ઠંડા-ઊને-કમળકર્કશ એવો કાંઈ સ્પર્શ ન અનુભવે,– આ બધામાંથી એક પણ ચિહન હેય, તે મહિને મૃત્યુ થાય તેમાં સંશય નથી. ઉઘાડે મેએ વાયુ સાથે હકાર બેલે ત્યારે ઠંડી લાગે, અને છેડા ઉઘાડેલા હેઠથી કરેલે સુકાર ને લાગે, સ્મૃતિ અને ગતિનો ક્ષય થાય, તથા શરીરનાં પાંચ અંગ ઠંડા થાય, ત્યારે દશ દિવસે મૃત્યુ થાય. શરીર અડધું ઠંડું અને અડધું ગરમ લાગે, કે શરીર
અકસ્માત ઝાળ જેવું લાગે, તે સાત દિવસે મૃત્યુ થાય. નાહ્યા બાદ તરત જ હૃદય અને પગ આગળ ભાગ સુકાઈ જાય, તે છઠ્ઠા દિવસે નિઃસંશય મરણ થાય. દાંત એક બીજા સાથે ઘસાયા કરે, શરીરમાંનો ગંધ મડદા જેવો દુઃસહ થઈ જાય, કે શરીરને વર્ણ વિકૃત થઈ જાય, તે ત્રણ દિવસે મરી જાય. પિતાની નાસિકા, પોતાની જીભ, ગ્રહ, નિર્મળ દિશા, તેમજ આકાશમાં સપ્તષિ જ્યારે ન દેખી શકે, ત્યારે (બે દિવસે ?) મરણ પામે. સવારમાં કે સાંજના કે ચાંદની રાતમાં પિતાના હાથ ફેલાવીને પિતાની છાયા જેવી. ત્યારબાદ ધીમે ધીમે આંખ ઊંચી કરી આકાશ તરફ નજર કરવી. તે પિતાની ધોળી છાયા ત્યાં દેખાશે. તેનું જ્યારે માથું ન દેખાય ત્યારે તે દિવસે જ મરણ થવાનું છે એમ સમજવું; ડાબે હાથ ન દેખાય, તે પુત્ર અને સ્ત્રીનું મૃત્યુ થાય; જમણો હાથ ન દેખાય, ત્યારે ભાઈનું મરણ થાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org