________________
૧૬૧
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતો જાય, કે અકરમાત અતિ બીકણ થઈ જાય, તે તે આઠ મહિના જ છે. ધૂળ કે કાદવમાં આખું પગલું મૂક્યું હોય છતાં અધૂરું જ પડે, તે તે માણસ સાત માસને અંતે મરી જાય. આંખની કીકી. મેશ જેવી શ્યામ દેખાય; હેઠ અને તાળવું અકસ્માત સુકાઈ જાય; ઉપર નીચેના જે બે બે રાજદંત, તેમની વચ્ચે પિતાની ત્રણ આંગળીઓ ન માય, તથા ગીધ, કાગડો, કબૂતર કે બીજું કઈ તેવું માંસાહારી પક્ષી માથા ઉપર આવીને બેસે, તે છ મહિને મૃત્યુ થાય. વાદળાં વિનાના દિવસે મેંમાં પાણી ભરી સહેજ ઊંચે ફરફર ઉરાડે, તે ત્યાં ઈન્દ્રધનુષ્ય દેખાય છે. જ્યારે તે ન દેખાય, ત્યારે છ મહિના બાદ મૃત્યુ જાણવું; બીજાની કીકીમાં પિતાનું શરીર દેખાતું બંધ થાય, ત્યારે પણ તેમજ સમજવું. વાદળાં વિનાના દિવસોએ બે કેણીઓ બે દીંચણ પર ટેકવીને બંને હાથ માથા ઉપર એકઠા કરવા. પછી તેની અંદર દેખાતી કેળના ડેડા જેવા આકારની છાયા રોજ જેવી. તે ડેડાની એક પાંખડી જે દિવસે ખિલેલી દેખાય, ત્યારે છ મહિના બાદ તે તિથિએ જ મૃત્યુ થશે એમ જાણવું. ઈન્દ્રનીલમણિ જેવા રંગના, વાંકા, સૂક્ષ્મ આકારના તથા મેતીનાં આભૂષણવાળા હજારો સર્પો દિવસે તડકામાં ઊભા રહીએ તો બધાને આકાશમાં સંમુખ આવતા દેખાય છે. તે જ્યારે ન દેખાય, ત્યારે છ મહિને મૃત્યુ થવાનું છે એમ જાણવું. સ્વપ્રમાં પિતાને મુંઝાયેલા માથાવાળો, તેલ ચળે, લાલ સુગંધી માળાવાળા, લાલ વસ્ત્રવાળો તથા ગધેડા ઉપર બેસીને જતો જુએ, તે અધું વરસ જીવે. મૈથુનને અંતે અકસ્માત ઘંટને અવાજ સંભળાય, તે પાંચમે મહિને મૃત્યુ થાય. કાચિંડ વિગથી માથા ઉપર ચડીને ત્રણ રંગ ધારણ કરતે ચાલ્યો જાય, તો પાંચમે મહિને મરણ થાય. નાક વાંકું થાય, આંખ ગેળ થઈ જાય, અને કાન સ્વસ્થાનથી ખસે, તે ચાર મહિનાને અંતે મૃત્યુ થાય. સ્વમમાં કૃષ્ણ વસ્ત્રવાળે અને લેઢાનો દંડ ધારણ કરનારે પુરુષ દેખાય, તે ત્રણ મહિને મૃત્યુ થાય. ચંદ્રને ગરમ જણે, સૂર્યને ઠંડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org