________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે ૧૫૩ પછી ધીમે ધીમે પવનની સાથે મનને બ્રહ્મરંધમાંથી ખસેડી હૃદયપની અંદર સ્થિરતાથી ધારણ કરવું. તેમ કરવાથી અવિદ્યાને લય થઈ જાય છે, વિષયેચ્છા નાશ પામી જાય છે, વિકલ્પો નિવૃત્ત થઈ જાય. છે, અને અંતરમાં જ્ઞાન વિસ્તાર પામે છે. હૃદયમાં મન સ્થિર થવાથી. વાયુની ગતિ કયા મંડળમાં છે, તેને સંક્રમ-પ્રવેશ ક્યાં છે, તેને વિશ્રામ ક્યાં છે તથા કઈ નાડી ચાલે છે, તે જાણી શકાય છે. નાસિકાને બાકામાં ચાર મંડળ છે : પ્રથમ પૃથ્વીનું મંડળ છે, પછી વરુણનું મંડળ છે; પછી વાયુનું મંડળ છે, અને પછી અગ્નિનું મંડળ છે. પૃથ્વીમંડળ મધ્યમાં પૃથિવીબીજ “ક્ષ 'વાળું છે. તેનો આકાર ચેરસ છે, ખૂણાઓમાં તેને વજનાં ચિહ્નો છે. તથા તપાવેલા સુવર્ણ જેવો તેને વણ છે. વરુણમંડળ આઠમના અર્ધચંદ્ર જેવા આકારનું છે. તેમાં વકરનું ચિહ્ન છે, તેને વર્ણ ચંદ્ર જેવો શ્વેત છે, અને તે અમૃતનાં ઝરણથી વ્યાપ્ત થયેલું છે. વાયુમંડળ કાળી મેશ કે કાળાં વાદળ જેવું છે. તે બરાબર ગોળ: * . આકૃતિનું છે, મધ્યમાં બિંદુવાળું છે, દુર્લક્ષ્ય છે, પવનથી વીંટાયેલું છે
અને ચંચળ છે. અગ્નિમંડળ ઊંચે નીકળતી જ્વાળાઓવાળું, ભયંકર, ત્રિકેણ, ખૂણાઓમાં સ્વસ્તિકનાં ચિહ્નવાળું, તણખાને રંગનું, તથા , રકાર બીજવાળું છે. આ ચારે મંડળ અભ્યાસથી સ્વાનુભવમાં આવે છે. [ ૫/૩૯-૪૭]
નોંધ : પૃથ્વી વગેરેનાં મંડળ યાનાદિ માટે સ્વીકારવામાં આવે છે. અહીં તે તે બધાં નાસિકાના વિવરમાં જ ગણાવ્યાં છે. પરંતુ અન્ય યોગગ્રંથમાં પાર્થિવી વગેરે ધારણાઓ માટે શરીરમાં જુદે જુદે ઠેકાણે પૃથ્વી વગેરેનાં સ્થાને કે મંડળ જણાવ્યાં છે. તે માટે જુઓ ટિ નં. ૧૮. પરંતુ ત્યાં તે તત્ત્વના સ્થાન માટે જે રંગ આકૃતિ વગેરે જણાવ્યાં છે, તેમાં ડેઘણે ભેદ છે. ગત પનિષદ ૮૪ ઈ. માં પૃથ્વીનું મંડળ ચેરસ આકારનું, પીતવર્ણ અને ૪ અક્ષરવાળું જણાવ્યું છે, વરુણમંડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org