________________
૧૦. સ્વાનુભવકથન
૧૦૭
મનરૂપી ખીલે દૂર થઈ અમનસ્કતા પ્રાપ્ત થતાં જ શરીર છત્રની પેઠે સ્તબ્ધતા ઊંડીને શિથિલ અને છે. સતત ફ્લેશ આપતા અંત:કરણરૂપી ખીલાને દૂર કરવા માટે અમનસ્કતા વિના ખીજું કાંઈ ઔષધ નથી. કલી જેમ ફૂલ આપ્યા બાદ સર્વ પ્રકારે નાશ પામી જાય છે, તેમ મનરૂપી કંદવાળી અને ચપળ ઈંદ્રિયારૂપી પત્રવાળી અવિદ્યા, અમનસ્કતારૂપી કૂળ આવતાં નાશ પામી જાય છે. [૧૨/૩૬-૪૦ ]
ચિત્ત અતિ ચંચળ છે, અતિ સૂક્ષ્મ છે, અને વેગવાન હોવાથી દુલ ક્ષ્ય છે; તેને પ્રમાદરહિતપણે, થાકયા વિના, અમનસ્કતારૂપી શસ્ર વડે ભેદી નાખવું. અમનસ્કતા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે ચેાગીને પોતાનું શરીર પોતાથી છૂટું પડી ગયું હોય તેવું, ખળી ગયું હોય તેવું, ઊડી ગયું હાય તેવું, વિલય પામી ગયું હોય તેવું, અને જાણે હાય જ નહિ તેવું લાગે છે. મદોન્મત્ત ઇંદ્રિયારૂપી સૌ વિનાના અમનસ્કતારૂપી નવા સુધાકુંડમાં મગ્ન થયેલા યાગી અનુત્તમ પરામૃતના આસ્વાદ અનુભવે છે. અમનસ્કતા પ્રાપ્ત થતાં રેચક, પૂરક કે કુંભકના અભ્યાસક્રમ વિના જ વાયુ વિના પ્રયત્ને સ્વયં વિનાશ પામી જાય છે. લાંખે વખત પ્રયત્ન કર્યાં છતાં જે વાયુ કાબૂમાં લાવી શકાતા નથી, તે અમનસ્કતા પ્રાપ્ત થતાં તત્ક્ષણુ સ્થિર થઈ જાય છે. અભ્યાસથી સ્થિરતા પ્રાપ્ત થતાં, તેમ જ નિર્મળ તત્ત્વ પ્રકાશિત થતાં, શ્વાસાકીસ રહિત થયેલા યોગી મુક્ત જેવા દેખાય છે. જાગ્રત અવસ્થામાં પણ જે સ્વસ્થ તેમ જ લીન હેાવાથી સુપ્ત જેવા દેખાય છે, તેવા શ્વાસÜાસ વિનાને ચેાગી મુક્ત જીવ કરતાં જરાય ઊતરતા રહેતા નથી. પૃથ્વીના તળ ઉપર જે લોકો છે, તે હંમેશાં ઊધવું અને જાગવું એ એ સ્થિતિઓમાં હાય છે; પરંતુ લયાવસ્થા પામેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા કે ઊંધતા પણ નથી હાતા. ઊંધમાં શૂન્યભાવ હાય છે, અને જાગૃતિમાં બધા વિષયાનું ગ્રહણુ હોય છે; પરંતુ આનંદમય તત્ત્વ એ અને અવસ્થાએથી પર રહેલું છે. [ ૧૨/૪૧-૪૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org