________________
ગશાસ્ત્ર બીજા ધ્યાનને પરિણામે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર
થનાર છવને જે વિભૂતિ પ્રાપ્ત થાય છે, તે હવે તીર્થી વર્ણવવામાં આવે છે. તે સર્વજ્ઞ, અને સર્વદશી વિભૂતિયો દેવ આખી પૃથ્વીમાં સુર, અસુર, મનુષ્ય અને
સર્પાદિક વડે નમસ્કાર કરાતે વિહરે છે. તે પોતાની વાણીરૂપી ચંદ્રિકાવડે મેક્ષનાં અધિકારી પ્રાણીઓ રૂપી કુમુદને વિકસાવે છે; અને બાહ્ય તેમજ આંતર મિથ્યાત્વને ક્ષણમાત્રમાં દૂર કરે છે. તેનું નામ લેવા માત્રથી મુમુક્ષુ જીનું અનાદિ સંસારનું દુઃખ તત્કાળ નષ્ટ થઈ જાય છે. તેની ઉપાસના કરવા આવેલા શતકેદી સુરે નરો વગેરે તેના પ્રભાવથી એક યોજન જેટલા ક્ષેત્રમાં સમાઈ શકે છે. દે, મનુષ્ય, પશુપંખીઓ તેમ જ બીજાં પણ પ્રાણીઓ તેના ધર્મોપદેશને પિતપતાની ભાષામાં સમજી શકે છે. ચંદ્રના ઉદયથી જેમ પૃથ્વીની ગરમી ચારેબાજુથી શાંત થઈ જાય, તેમ તેની આજુબાજુ સે એજન સુધીમાં ઉગ્ર રેગો પણ શાંત થઈ જાય છે. સૂર્યના સાનિધ્યમાં જેમ અંધારું ન સંભવે, તેમ તે જ્યાં વિહરતે હોય છે ત્યાં મહામારી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કલહ અને વેર સંભવતાં નથી. તેના શરીરની આસપાસ સૂર્યમંડળ જેવું તેમંડળ બધી દિશાઓને પ્રકાશનું પ્રગટ થાય છે. તે જ્યાં જ્યાં પગ મૂકે છે, ત્યાં ત્યાં ભક્તિમાન દે ખિલેલાં કમળ સરકાવતા જાય છે; પવન અનુકૂળ વાવા લાગે છે, શુકનનાં પક્ષીઓ તેમને જમણે હાથે ઊતરે છે; વૃક્ષ નીચાં નમે છે; અને કાંટાઓ અધમુખ થઈ જાય છે. તે જ્યારે ધર્મોપદેશ આપે છે, ત્યારે તેની ઉપર લાલાશયુક્ત પલવાળે, તેમજ ખિલેલાં પુષ્પોની સુગંધીવાળા તથા ભમરાઓને ગુંજન વડે જાણે સ્તુતિ કરતે હોય
* મૂળમાં દ્રવ્યગત મિથ્યાત્વ', અને “ભાવગત મિથ્યાત્વ” એમ છે. મિથ્યાત્વરૂપી જડકમ એ દ્રવ્યગત મિથ્યાત્વ; અને તેનાથી આત્મામાં થતા વિપરીત ભાવ એ ભાવગત મિથ્યાત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org