________________
યેગશાસ્ત્ર, પણ જીવજંતુ તપાસી સાફ રાખવાં તે અવસંયમ; તથા સદોષ પ્રવૃત્તિઓમાં મચેલા ગૃહસ્થ પ્રત્યે ઉપેક્ષા રાખવી તે ઉપેક્ષાસંયમ.
કઠોરતા, ચાડીચૂગલી, અસભ્યતા, સંદિગ્ધતા, ગ્રામ્યતા વગેરેના ત્યાગપૂર્વક મધુર, ઉદાર, ફુટ, હિત-મિત અને યથાર્થ વચનનો ઉપયોગ કરવો તે સત્ય
શૌચ એટલે નિર્લોભતા-ચારીને ત્યાગ. પર વસ્તુનાં લેભથી જ સંયમ મલિન થાય છે.
બ્રહ્મચર્ય એટલે ઉપથેંદ્રિયનો સંયમ; તથા તેવી જ રીતે બીજી ઈદ્રિયોના સંયમપૂર્વક ગુરુને ઘેર વાસ.
અકિંચનતા એટલે કઈ પણ વસ્તુમાં મમવબુદ્ધિ ન રાખવી તે.
તપના બાર પ્રકાર આગળ આવી ગયા છે.
ક્ષમા એટલે સહનશીલતા. તે કેળવવાની પાંચ રીતે છે: ૧. કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણની પિતામાં શોધ કરવી. ૨. ધવૃત્તિથી અહિંસાદિ વ્રતોને લેપ થાય છે, ઈત્યાદિ અનર્થ પરંપરાનું ચિંતન કરવું. ૩. મૂર્ખ લેકેને સ્વભાવે જ ગુસ્સે થવાને છે એમ વિચારી, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. ૪. કેઈ સકારણ કે અકારણ ગુસ્સ કરે તો પણ એમ માનવું કે, એ મારાં પૂર્વ કર્મોનું ફળ છે. ૫. ક્ષમા ધારણ કરવાથી | ચિત્ત સ્વસ્થ રહે છે, વગેરે ક્ષમાના ગુણોનું ચિંતન કરવું.
૧. “ભાષાસમિતિ” એટલે દરેક માણસ સાથેના સંભાષણ-વ્યવહારમાં વિવેક રાખ તે; અને અહીં જણાવેલ “સત્ય ઘમ” એટલે પિતાના સમશીલ સાધુ પુરુષ સાથેના સંભાષણવ્યવહારમાં હિત-મિત અને યથાર્થ વચનને ઉપગ કરવું તે.– ટીકા.
૨. જુઓ ઉપર પા. ૭૪; તથા પુસ્તકને અંતે ટિ. નં. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org