________________
દિનચર્યા ઉપર પ્રમાણે અતિચાર વિનાનાં બાર વતેમાં સ્થિત થનાર;
જિનમૂતિ, જિનમંદિર, જિનશાસ્ત્ર, જૈન સાધુ, મસ્ત્રાવ જૈન સાધવી, જૈન શ્રાવક અને જૈન શ્રાવિકારૂપી
સપ્તક્ષેત્રમાં ભક્તિપૂર્વક પિતાનું ધન વાવનાર, તેમજ અતિ દીન જાને પ્રેમપૂર્વક દાન કરનાર ગૃહસ્થ મહાશ્રાવક કહેવાય છે. [૩/૧૧૯].
ટીકામાં આ બાબતનું વિશેષ વિવરણ આ પ્રમાણે છે: જિનભૂતિ કે મંદિર ઘડાવવામાં તથા તેનું અર્ચન – પૂજન કરવામાં ઘણું જીવોની હિંસા થાય, માટે તેમ ન કરવું, એવી દલીલ ન કરવી; કારણ કે, કુટુંબના પરિપાલન નિમિત્તે પરિગ્રહ – પ્રવૃત્તિમાં આસકત રહી જે ગૃહસ્થ ધને પાર્જન કરતો જ આવ્યા છે, તેને આ રીતે તે ધનને કંઈક અંશે વ્યય કરવાથી ફાયદો જ થશે. એ વાત સાચી છે કે, ધમને કામમાં વાપરવા માટે જ ધન કમાવાની પ્રવૃત્તિ ન કરવી; કારણ કે, કાદવમાં ખરડાઈને પછી પગ ધોવા, તેના કરતાં તેને દૂરથી ત્યાગ એ જ શ્રેયસ્કર છે. ' વળી, “સ્ત્રીને જન્મ તે મિથ્યાવયુક્ત મહાપાપથી પ્રાપ્ત થાય છે, તેમજ તેઓ નિ:સત્વ હોય છે અને દુરશીલ હોય છે વગેરે કારણે તેમને મેક્ષમાં અધિકાર નથી; તે પછી તેમને દાન આપ્યાથી શું ફળ ?” એવી શંકા પણ ન કરવી. કારણ કે સ્ત્રીઓ નિસત્ત્વ અને દુઃશીલ જ હોય છે એ વાત અસિદ્ધ છે. એવી અનેક સ્ત્રીઓ થઈ ગયેલી છે, જે સત્ત્વ અને શીલમાં
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org