________________
બ્રમણ વધારનારી, કર્મબંધ કરાવનારી, હિંસાને હેતુ હિંસા અને અનુબંધ હિંસા છે. ભગવાને એ બે હિંસા ત્યાજ્ય કહી છે. પૂજામાં હિંસાનું પાપ લાગે છે એમ કહેનારા હિંસાના પ્રકારે સમજતા નથી અને કઈ કક્ષાના ધાર્મિક જેને કઈ હિંસા તાય છે તેને વિચાર કરતા નથી.
ગૃહસ્થ-શ્રાવકે કરવાના એવાં કેટલાંક અગત્યના ધર્મ કાર્યો છે, જેમાં સ્વરૂપહિંસા લાગે છે. સ્વરૂપહિંસા વગર એ ધર્મ કાર્યો આરાધી શકાતાં જ નથી, એટલે કેટલીકવાર એ ધર્માનુષ્ઠાને આરાધવા જતાં સ્વરૂપહિંસા અનિવાર્ય બને છે. અરે ! સાધુને માટે પણ કવચિત સ્વરૂપહિંસા અનિવાર્ય બને છે. સાધુ નદી પાર કરે છે, હિંસા થાય છે કે નહિ? કહેવું પડશે કે એ સ્વરૂપહિંસા છે. તેમ શ્રાવકને પ્રભુની પૂજા કરવામાં થતી સ્વરૂપહિંસા સંસારના ઘેર પાપથી બચાવીને પ્રભુની ભક્તિ દ્વારા આત્માની ઉન્નતિના મહાન લાભનું કારણ (નિમિત્ત) બને છે. એ વાત શાસ્ત્રમાં આવતા ફવાના તથા માતા અને બાલકના દૃષ્ટાંતથી બહુ સરસ રીતે સમજી શકાય તેમ છે. કૂવાનું દૃષ્ટાંતઃ લાંબી મુસાફરીથી થાકેલે, તરસથી અધમુઓ થયેલે, ધૂળથી છવાયેલા શરીરવાળે પુરૂષ, રસ્તામાં સૂકી નદી આવે, ત્યાં કૂ દવાને પ્રયત્ન કરે છે. તે તેને થાક, મેલ અને તરસ વધી જાય છે, તેમ છતાં જે તે જમીન ખોદીને પાણી કાઢે તે તેને થાક મેલ અને તરસ વધવા છતાં પાણી કાઢવું એગ્ય છે, તેવી જ રીતે પ્રભુની પૂજામાં ઉપલક રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org