________________
૩૦ પ્ર. પૂજા કરવામાં કાચા પાણીની, ફૂલના જીની તથા અગ્નિકાયના જીની હિંસાનું પાપ લાગે છે. તેનું શું?
ઉ. પૂજા કરનારની ભાવના પાણુના, ફૂલને કે અગ્નિના જીની હિંસા કરવાની નથી. ઉલટો દિલમાં એ જીવોની દયાને ભાવ છે. અનંત ઉપકારી અનંતાનંતગુણનું પાત્ર શ્રી વીતરાગ દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની ભક્તિ કરવાની ભાવના છે. પૂજા કરતી વખતે જયણાનું (જીવરક્ષાનું) ખૂબ જ લક્ષ રાખવાની જિનેશ્વરદેવની આજ્ઞા છે. તેનું પાલન કરવાપૂર્વક થતી પૂજામાં હિંસા માત્ર સ્વરૂપ હિંસા છે, પાપબંધનું કારણ નથી. જ્યારે ભગવાન જિનેશ્વરદેવની પૂજા, ભક્તિ, વિનય, બહુમાન અને ધ્યાનથી અગણિત પુણ્યને બંધ થાય છે. પૂજા કરતાં કરતાં સૂક્ષ્મ અને સંપૂર્ણ અહિંસાના પાલન રૂપે સાધુપણું લેવાની ભાવના અને આત્મબલ પ્રાપ્ત થાય છે.
એક વાત ખાસ સમજવાની છે કે ધર્મ, હિંસા કે 'અહિંસામાં નથી–પણ ધર્મ પ્રભુની આજ્ઞામાં છે. આજ્ઞા પાલન એ જ ધર્મને મર્મ છે. જે ભગવાન જિનેશ્વરદેવાએ પ્રભુપૂજાની આજ્ઞા કરી છે તે હિંસાને વિચાર કરવાની જરૂર નથી. જુદી જુદી કક્ષાના અને પાપથી મુક્ત કરવા માટે અને મહાન સદ્ગુણો પ્રાપ્ત કરાવી સંસારથી પાર કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માએ એ જીવોને જુદા જુદા પ્રકારની આજ્ઞાએ ફરમાવી છે. સંસારના પાપારંભમાં બેઠેલા ગૃહસ્થ–શ્રાવકે માટે પ્રભુએ દ્રવ્યપૂજાની આજ્ઞા ફરમાવી છે. પૂજામાં જે હિંસા થાય છે એ સ્વરૂપહિંસા છે. સંસારનું પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org