________________
પૂજા વિધિ અને રહસ્ય પૂજ્યની પૂજાથી પૂજક પણ પૂજ્ય બને છે. અઢાર દેષથી સર્વથા મુક્ત થવાના કારણે અરિહંત પરમાત્મા ત્રણલેક માટે પૂજનીય બન્યા છે. આપણું આત્મા ઉપર અરિહંત પરમાત્માને અનંત, અનુપમ એ લેકર ઉપૂકાર છે. સર્વ તીર્થકર દેએ આપણા સુખદુઃખને ગંભીરપણે વિચાર કરી જ્યાં અનંત અવ્યાબાધ સુખ છે. તે મોક્ષને માર્ગ બતાવવાને શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે. એ મહાન ઉપકારને કંઈક અંશો બદલે તે પરમતારક તીર્થકર ભગવતેની પૂજાથી વાળી શકાય અને એમની પૂજાથી એ તારા જેવા પણ બની શકય.
શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા વખતે આપણને દાન, શીલ, તપ અને ભાવ–આ ચારે ધર્મોની એક સાથે આરાધનાને લાભ મળે છે. આઠ પ્રકારના અશુભ કર્મને ક્ષય થાય છે. અહિંસાદિ વ્રતના આંશિક પાલનને લાભ મળે છે. રાગદ્વેષાદિ મેલ ધોવાય છે. પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ગુહસ્થ (શ્રાવક) જીવનમાં શ્રેષ્ઠ ધર્મ પ્રભુપૂજા છે. નિષ્પાપ સાધુજીવન પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રભુપૂજાથી પ્રગટે છે. ભગવાન જિનેશ્વર દેવેની પૂજાભક્તિ માટે ઈન્દ્રાદિ દેવે પણ દેડાદોડ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org