________________
પ્રકાશકીય
XX
j
good
Jain Education International
કોલ્હાપુર લક્ષ્મીપુરી સ્થિત મનઃસંતુષ્ટપ્રાસાદના મૂળનાયક દેવાધિદેવ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન્ આદિ જિનબિંબના પ્રાણપ્રતિષ્ઠાચાર્ય સુવિશાળગચ્છનિર્માતા સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ ના અનન્ય કૃપાપાત્ર આજીવન અંતેવાસી સકળસંઘહિતૈષી ન્યાયવિશારદ સ્વ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સા. ના વરદહસ્તે દીક્ષાશિક્ષા પામેલા વિર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મ. સા. ની તાર્કિક-સૂક્ષ્મબુદ્ધિથી અનેક ગ્રન્થોના ઊંડાણપૂર્વકના અપૂર્વ રહસ્યોદ્ઘાટન કરતાં વિવેચનો શ્રીસંઘને પ્રાપ્ત થયા છે... આ ગ્રન્થવિવેચનશ્રેણિમાં એક નવો મણકો છે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થનું વિવેચન...
તર્કાનુસારી ને છતાં પૂર્ણ શાસ્ત્રાનુસાર... આવી સૂક્ષ્મ ચિંતનપૂર્વકની અનુપ્રેક્ષા કેવા ઢગલાબંધ અપૂર્વ રહસ્યો ખોલી આપે એ જાણવાનો ને માણવાનો શ્રી સંઘને અપૂર્વ લહાવો આ વિવેચન દ્વારા મળી રહેશે એવી નિઃશંક શ્રદ્ધા છે... શ્રી જૈનશાસને દ્રવ્યાદિના સ્વરૂપ અંગે પાથરેલા અપૂર્વ પ્રકાશને પુનઃ પ્રકાશમાં લાવનારા આવા અન્ય પણ વિવેચનોનો-ગ્રન્થોનો શ્રી સંઘને તેઓશ્રી તરફથી વારંવાર ઉપહાર મળતો રહે એવી નમ્ર છતાં આગ્રહપૂર્ણ પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના.
આ ગ્રન્થના પ્રકાશનનો સંપૂર્ણ અર્થસહયોગ કોલ્હાપુરલક્ષ્મીપુરી સ્થિત શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, સંઘે પોતાના જ્ઞાનનિધિમાંથી લઈને એક પ્રશસ્ય કાર્ય કર્યું છે એ બદલ એ સંઘને ખૂબ ખૂબ ધન્યવાદ છે.
ગ્રન્થનું સુંદર મુદ્રણ કરવા બદલ ભરત ગ્રાફિક્સઅમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈને તેમજ પૂરા સ્ટાફને અભિનંદન.
જિજ્ઞાસુઓ આ પ્રકાશનના સહારે પોતાના બોધને વિશદ કરે અને એના દ્વારા બોધિને નિર્મળ કરે એવી વિનંતી
સાથે,
For Private & Personal Use Only
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ
www.jainelibrary.org