________________
કt
!
સમર્પણ
વર્તમાનકાલીન હજારો બુદ્ધિપ્રધાન યુવાનોને શ્રી જિનોક્ત જ્ઞાન-ક્રિયામય મોક્ષમાર્ગની મિ શ્રદ્ધા પેદા કરીને એ માર્ગે પ્રવર્તાવનારા યુવાન પ્રતિબોધક... સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજય. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા...
ગુરુદેવ ! આપશ્રીનું કેવું આરાધક-વિનીત વ્યક્તિત્વ ! કે આપશ્રીના ગુરુદેવ ત્રિશતાધિક શ્રમણ સાર્થાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. નું આપશ્રીના દિલમાં તો અનન્ય સ્થાન હતું જ, પણ તેઓશ્રીના દિલમાં પણ આપશ્રીનું ઉચ્ચ સ્થાન હતું. એટલે જ તો, કે પોતાના અનેક વ્યાખ્યાનવાચસ્પતિ શિષ્યો હોવા છતાં તેઓશ્રીએ પોતાના છેલ્લા ૩૫
૩૫ વર્ષ સુધી આપશ્રીને જ સાથે રાખ્યા.. આપશ્રીના “દિવ્યદર્શન' સાપ્તાહિકને અનેરું પીઠબળ આપ્યું. આપશ્રી દ્વારા શરૂ થયેલી શિબિરને કેટલાકનો વિરોધ હોવા છતાં જબરદસ્ત સમર્થન આપ્યું, જેના મીઠા ફળ સમસ્ત સંઘ અને એ વિરોધી વર્ગ પણ આજે ચાખી રહ્યો છે.
જ્યારે ૨૫ મેધાવી યુવાનું નવા સાધુઓ તૈયાર કરવાનો તેઓશ્રીએ સંકલ્પ કર્યો ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તેઓશ્રીએ પસંદગીનો કળશ આપશ્રી પર જ ઢોળ્યો. નીચેની બાબતોમાં આનાથી વધારે પ્રબળ બીજું કયું પ્રમાણ જોઈએ? આપશ્રીનું સંયમ નિર્મળ હતું... આપશ્રીનો બોધ વિશદ હતો... આપશ્રીનું નિરૂપણ શાસ્ત્રાનુસારી હતું.. આપશ્રી દ્વારા સંઘને અપાતું માર્ગદર્શન શાસનદષ્ટિપૂર્વકનું હતું, નહીં કે અહંકાર-સ્વાર્થવ્યક્તિગત લાલસા વગેરેના કારણે શાસનદ્રોહી.. ગુરુદેવ ! આપશ્રીએ સંસારમાંથી ઉદ્ધાર કરીને સંયમ તો આપ્યું જ છે... અપ્રમત્ત આરાધક વ્યક્તિત્વ કેવું હોય એનો અનુપમ આદર્શ પણ આપ્યો છે... આપશ્રીના અનન્ય ઉપકારોની સ્મૃતિ સાથે, આપશ્રીની અનરાધાર કૃપાવૃષ્ટિની આ નીપજ.. આપશ્રીના જ કરકમલમાં સમર્પિત કરીને ધન્યતા અનુભવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org