________________
૩૦૦
ઢાળ-૮ : ગાથા-૨૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છે એનું (અર્થાત્ આ શિષ્ય સુસંયમી છે, શાસ્ત્રાનુસારી વૈરાગ્યમય ઉપદેશક છે, ઉચ્ચ પ્રકારની શાસનદૃષ્ટિ કેળવીને શ્રી સંઘને જોડનારો છે, અત્યંત ગુરુસમર્પિત છે... આવા બધા ઉમદા સ્થાનનું) શ્રી પ્રેમસૂરીશ્વરજી દાદાએ સૂચન કર્યું છે એવા સકળ સંઘહિતૈષી, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રભાવક સહજાનંદી કર્મસાહિત્યછેદસૂત્ર નિષ્ણાત સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય શ્રી સૂરિમંત્રની પાંચ પીઠિકાની પાંચથી અધિકવાર આરાધના કરનાર દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક સ્વ. પૂ. આ. શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય આ. વિ. અભયશેખરસૂરિએ દેવ-ગુરુની અનરાધાર કૃપાથી અને મા સરસ્વતીના અનુગ્રહથી ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થની પ્રથમ આઠ ઢાળનું કરેલું આ વિવેચન, કરમાલાનગરે બારમા તીર્થાધિપતિ સર્વજ્ઞ ભગવંત શ્રી વાસુપૂજ્યસ્વામીની અમીદૃષ્ટિથી ચૈત્ર સુદ એકમ વિ. સં. ૨૦૬૧, તા. ૯-૪-૨૦૦૫ શનિવા૨ે શરૂ થયું અને સ્વનિશ્રામાં ઐતિહાસિક, શાસન-પ્રભાવક, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવપૂર્વક જે વિશ્વવત્સલ કરુણાસાગર દેવાધિદેવ શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિષ્ઠા થયેલી તેમની શીતળ છાયામાં ઈશ્વરપુરનગરે (ઈસ્લામપુરે) જેઠ સુદ બીજ તા. ૯-૬-૨૦૦૫ ગુરુવારે સોલ્લાસ સંપન્ન થયું... શુભં ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય...
ગ્રન્થકારે નયરહસ્યપ્રકરણના અંતે કહેલો શ્લોક થોડા ફેરફાર સાથેकृत्वा विवरणमेतत् प्रवचनभक्त्या यदर्जितं सुकृतम् । रागद्वेषविरहतस्ततोऽस्तु कल्याणसम्प्राप्तिः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org